September 26, 2021

અહિયાં ફિલ્મીઢબે એવો ખૂની ખેલ ખેલાયો કે, આવી ઘટના તમારા જીવનકાળમાં ક્યારેય નહિ સર્જાઈ હોય…

Share post

અવારનવાર મોતની ઘટનાઓ સર્જાતી સમાચાર ખુબ સામે આવી રહી છે, પરંતુ આવી ઘટના તમારા જીવનકાળમાં ક્યારેય નહિ સર્જાઈ હોય. 8 વર્ષીય બહેને એવું કાર્ય કરી બતાવ્યું કે, પોતાનો અને તેનાથી નાના ભાઈની હત્યા થવાની જ હતી અને એવું કર્યું કે, આરોપી તેને માર્યા વગર જ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ જ નવાઈ લાગશે. આ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. એક ઘરમાં એક માતા કામ કરી રહી હતી અને તેનો પતિ બહાર કામમાં હતો. અને બે બાળકો રમત રમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે માતા ડોક્ટર થયેલી હતી. અચાનક એક વ્યક્તિએ આવી ને માતાને ચપ્પુના ઘા જીકીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનામાં ડૉક્ટરની પુત્રીએ એની સમજદારીથી પોતાનો તેમજ એના ભાઈનો જીવ બચાવ્યો હતો તેમજ હવે આ બંને ભાઈ-બહેન ઘટનાના સાક્ષી બન્યાં છે. જે સમયે આરોપી શુભમ ડૉક્ટરની હત્યા કરી રહ્યો હતો ત્યારે ડૉક્ટરની માત્ર 8 વર્ષીય દીકરી અનીષાએ 4 વર્ષીય ભાઈ અદવયને સ્ટેચ્યૂ કહીને બચાવી લીધો હતો.

બહેને સ્ટેચ્યૂ કહ્યું હોવાને લીધે  ભાઈ-બહેન આ ઘટના અમયે ઘરમાં બેભાન થવાનું નાટક કરતા રહ્યા હતા. જેને લીધે આરોપીને એમ થયું કે, ભાઈ બહેન બંનેના મોત થયા છે. તેથી ડૉક્ટરની હત્યા કરીને ઘરમાંથી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેમજ પોલીસે ડૉક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપી શુભમની તપાસ શરૂ કરી હતી.

પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી શુભમની ધરપકડ કરી લીધી હતી. પોલીસ જ્યારે આરોપી શુભમને પકડવા માટે ગઈ ત્યારે થયેલ ઘર્ષણમાં શુભમને પગના ભાગે ગોળી લાગી હતી. જેથી પોલીસે શુભમની ધરપકડ કરીને એને સારવાર અર્થે માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને નજરે જોનાર ડૉક્ટરની દીકરી અનીષાએ કહ્યું કે, જ્યારે શુભમ એની માતાની હત્યા કરી રહ્યો હતો ત્યારે તે અવદયને જોઈ ગયો. જ્યારે શુભમ માતાની હત્યા કર્યા બાદ અવદય તરફ આગળ વધ્યો તથા એને અવદયના ગળા પર ચપ્પુ મૂક્યું ત્યારે એને અવદયને સ્ટેચ્યૂ કહી દીધું હતું.

અવદય સ્ટેચ્યૂ કહેતાની સાથે જમીન પર સુઈને બેભાન થવાનું નાટક કરતો રહ્યો હતો. જેને લીધે શુભમને થયું કે, અવદય મરી ગયો છે એટલે તે અનીષાની હત્યા કરવા માટે તેની તરફ આગળ વધ્યો હતો. ત્યારપછી અનીષાએ પણ અવદયની જેમ બેભાન થવાનું નાટક કર્યું જેથી શુભમને થયું કે, ભાઈ-બહેન બંનેના મોત થયા છે એટલે શુભમ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આરોપી શુભમ ઘરેથી ભાગી ગયા બાદ અવદય તેમજ અનીષા બંને ઘરના બાથરૂમમાં જઈને સંતાઈ ગયા હતા. ત્યારપછી જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે બંને સંતાનો બૂમો પાડતા-પાડતા પિતા પાસે આવીને સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી.

અનીષાએ પોલીસને કહ્યુ હતું કે, ઘરે કેબલ બંધ થઇ ગયું હોવાથી માતાએ શુભમને કોલ કરીને ઘરે બોલાવ્યો હતો અને તે સમયે અમે બંને એક રૂમમાં હતા. શુભમના આવ્યા બાદ માતાની બૂમ સંભળાઈ ત્યારે અમે રૂમની બહાર જઈને જોયું તો શુભમ માતા પર ચપ્પુ વડે હુમલો કરી રહ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post