September 23, 2021

શિયાળામાં દરરોજ સવારમાં કરો ગરમ પાણીનું સેવન, શરીરમાં એવા ચમત્કારિક ફાયદા થશે કે…

Share post

આયુર્વેદમાં નવશેકું પાણી પીવાના કેટલાંક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. દરરોજ કુલ 10 ગ્લાસ પાણી પીવું ખુબ જરૂરી છે પરંતુ જો આપણે દરરોજ સવારમાં  1 ગ્લાસ નવશેકું પાણી પીવાંથી પેટ તો ઓછું થવાંની સાથે જ અન્ય સ્વાસ્થ્યને લગતા કેટલાંક ફાયદાઓ પણ થાય છે. નવશેકું પાણી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. જેનાથી શરીરમાં રહેલ બેક્ટેરિયા ખતમ થવા લાગે છે. આની સાથે જ વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે. સવારમાં ઉઠીને નવશેકું પાણી પીવામાં આવે તો કબજિયાતની સમસ્યા રહેતી નથી. જો જમતી વખતે પણ નવશેકું પાણી પીવામાં આવે તો ડાઈજેશન ખુબ સારું રહે છે.

શા માટે પીવું જોઇએ ગરમ પાણી?
દરરોજ સવારમાં ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયાત, ગેસ જેવી પેટની બધી જ સમસ્યામાં રાહત રહે છે, ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાંથી બધાં જ વિષૈલા તત્વ બહાર નીકળી જાય છે. દિવસમાં 2 વખત ગરમ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે તેમજ ત્વચા ચમકવા લાગે છે.

ગરમ પાણી પીવાથી થતાં ફાયદા :
દરરોજ સવારમાં  ગરમ પાણી પીવાથી વજન ખુબ ઓછું થાય છે, મેટાબોલિઝ્મ એક્ટિવ થાય છે તેમજ ચરબી પણ ખુબ ઓછી થાય છે.  જો તમને શરદીની સમસ્યા રહેલી હોય તો આખો દિવસ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. જેનાથી તમને શરદી-ખાંસીની તકલીફમાંથી આરામ મળશે. સવારમાં પણ ગરમ પાણી પીવાનો નિયમ બનાવવો જોઈએ.

દરરોજ સવારમાં ગરમ પાણીમાં મધ તથા લીંબુ નાખીને પીવાથી પાચનતંત્ર સુધરે છે તેમજ વજન ઘટાડવામાં મદદ કરે છે.  છોકરીઓએ માસિક વખતે થતો દુખાવો દૂર કરવા ગરમ પાણી પીવું જોઈએ. પીરિયડ્સ પેઈનથી રાહત મેળવવાં માટે છોકરીઓએ આખો દિવસ ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી પેટ તથા પીઠના દર્દમાં આરામ મળે છે.

દરરોજ ગરમ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ થતી નથી તેમજ ચહેરા પર નિખાર આવે છે.  ગરમ પાણીથી શરીર ખુબ ઝડપથી ડિટોક્સ થઈ જાય છે જેને લીધે પાચન યોગ્ય રહે છે. ગરમ પાણી વાળ માટે પણ ફાયદાકારક છે. આનું સેવન કરવાથી વાળ હેલ્ધી રહે છે.  જો પેટમાં ગેસની સમસ્યા હોય તો ગરમ પાણી પીવાથી આ સમસ્યા દૂર થશે.

ગરમ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે છે. ગરમ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે. આની ઉપરાંત, સ્નાયુઓની ખેંચાણ પણ ગાયબ થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post