September 23, 2021

શું ખરેખર, મોદીસરકાર 2022 સુધીમાં આપી શકશે દરેક ભારતીયને પોતાનું ઘર?

Share post

આવાસ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારે કહ્યું હતું કે, દરેક ભારતીયને તેનું ઘર પૂરું પાડવાનું સરકારનું લક્ષ્ય બે વર્ષ પહેલાં એટલે કે 2020 માં પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકારે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે 2022 સુધીનો સમય નક્કી કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે,‘દેશ ૨૦૨૨માં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરે ત્યારે મારું સપનું એ છે કે તે વખતે દેશના દરેક જણ પાસે પોતાનું ઘરનું ઘર હોય.’ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ વલસાડના જુજવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના ‘ઈ-ગૃહ પ્રવેશ’ના લાભાર્થીઓને સંબોધતાં કહ્યું કે, કેન્દ્રની હાઉસિંગ સ્કીમનો લાભ લેવા માટે કોઈએ લાંચ આપવાની જરુર નથી. તેમની સરકારમાં ઘર લેવા માટે કોઈ કમિશન સરકારને ચુકવવાનું રહેશે નહીં.  ‘ગુજરાતે મને ઘણું શીખવ્યું છે. ચોક્કસ સમયમાં વધારેમાં વધારે લોકોનું સપનું પૂરું કરવાના પાઠ હું અહીં શીખ્યો છું. આ મારું સ્વપ્ન છે. મારું સાહસ છે કે હું ૨૦૨૨ સુધીમાં તમામ ભારતીય પરિવારોને મકાન આપું, તેમ વડાપ્રધાને કહ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારે મકાન આપ્યું છે પણ તેમાં પરસેવો તો પરિવારનો રેડાયેલો છે.

સ્થાવર મિલકત ક્ષેત્રના ઉદ્યોગકારોના સંગઠન નેશનલ રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (નારેડકો) ખાતે અહીં યોજાયેલ 15 મી રાષ્ટ્રીય પરિષદના બીજા અને છેલ્લા દિવસે હરદીપ પુરીએ કહ્યું કે, મોદી સરકાર 2022 સુધીમાં દરેક ભારતીયને પોતાનું ઘર પૂરું પાડવાનું મોટું મિશન ધરાવે છે. “આ સરકારનો ખૂબ મહત્વાકાંક્ષી એજન્ડા છે જે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, પરંતુ અમે આ લક્ષ્યાંક 2022 પહેલા બે વર્ષ પૂરા કરીશું.” પુરીએ કહ્યું કે તેમનું મંત્રાલય નિર્ધારિત સમય પૂર્વે સૌને તેનું મકાન પૂરું પાડવા માટે સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ શાસન હેઠળ શહેરી કાયાકલ્પ કાર્યક્રમો માટે રૂ. 1,50,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે વર્તમાન સરકારમાં આ આંકડો છ ગણો વધ્યો છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2019 સુધીમાં 100 સ્માર્ટ શહેરોમાંથી, સરકાર 50 સ્માર્ટ શહેરોમાં આ પરિવર્તનનો અમલ કરી શકશે.

પુરીએ ટેનન્સી હાઉસિંગ પોલિસી ઘડવા અંગે સરકાર કક્ષાએ થયેલ પ્રગતિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં રાજ્યો સાથે ચર્ચા થઈ છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણા સકારાત્મક સૂચનો પણ સામે આવ્યા છે. રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) વિશે તેમણે કહ્યું કે “રેરા એ એક મોટી સફળતા મળી છે, કેમ કે તે બે વર્ષ જુનો કાયદો છે, તેથી આપણે એક સાથે બધી સમસ્યાઓ હલ કરવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. આગળ રેરા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની તૈયારીમાં છે. પરંતુ તે ખુશીની વાત છે કે આ ક્ષેત્રના તમામ હિસ્સેદારો દ્વારા નિયમનકાર સારી રીતે સ્વીકાર્યો છે.”

નારેડકોના અધ્યક્ષ રાજીવ તલવારે અગાઉ કહ્યું હતું કે સરકાર સતત નવા પગલા લઈ રહી છે અને આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે 5,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સ્થાવર મિલકતનો વ્યવસાય ભારતને સંપૂર્ણ સમર્થન આપશે. નારેડકોના અધ્યક્ષ નિરંજન હિરાનંદાનીએ સસ્તા આવાસોની સરકારની પહેલને સમગ્ર સ્થાવર મિલકત ક્ષેત્ર માટે પરિવર્તનશીલ પગલું ગણાવી હતી અને કહ્યું હતું કે આ વિસ્તારમાં પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. ભારતીય સ્ટેટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર પી.કે. ગુપ્તાએ પણ સંમેલનમાં ભાગ લીધો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post