September 26, 2021

દીકરાનું કેન્સરથી મોત થયાના ત્રણ વર્ષ બાદ વિધવા વહુના લગ્ન કરાવ્યા, કન્યા દાન કરાયું

Share post

કાયમ ફિલ્મોમાં કે ટીવી સિરિયલોમાં જોવા મળે છે કે સાસુ-સસરાએ પોતાની વિધવા વહુના  બીજી વખત લગ્ન કરાવી નવું જીવન જીવવાનો અવસર આપે છે. જ્યારે હકીકતમાં સાંભળવામાં કે જોવામાં ખૂબ ઓછું આવે છે. મધ્યપ્રદેશ ઇન્દોર માં સ્નેહલતાગંજમાં રહેતા પરિવારમાં આવી જ એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં દીકરાનું કેન્સરના કારણે મોત થયા બાદ સસરા એ પોતાની વહુ ના પિતા બની કન્યાદાન કરતા તેના બીજા લગ્ન કરાવ્યા અને નવું જીવન જીવવાનો અવસર આપ્યો.

SBIમાં મેનેજર પદ પરથી નિવૃત્ત થયેલા મુકેશભાઈ શાહના એન્જિનિયર એકમાત્ર દીકરા અંકુશ શાહના લગ્ન 2014માં મહારાષ્ટ્રના ધૂલીયામાં રહેતી કિંજલ સાથે થયા હતા. ભત્રીજા સિદ્ધાંત શાહે જણાવ્યું કે લગ્ન બાદ અંકુશની તબિયત ખરાબ થવા લાગી. આ વચ્ચે ખબર પડી કે ભાભી પણ ગર્ભવતી છે.ડોક્ટરોને બતાવ્યું અને ઘણાં ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે પેટ નું કેન્સર છે. ઇલાજમાં કોઈ કસર ન છોડી.દિલ્હી મુંબઈમાં લાખો રૂપિયા નો ઈલાજ કરાવ્યો પરંતુ 15 માર્ચ 2017 ના રોજ અંકુરનું મૃત્યુ થયું.

સાડા ત્રણ વર્ષની દીકરીને પણ મળી પિતાની હુંફ

દીકરાના મૃત્યુ બાદ આખો પરિવાર ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. અંકુશની સાડા ત્રણ વર્ષની દીકરી તશવી પણ છે. ભાભીએ સાસુ સસરા નો સાથ ન છોડ્યો અને તેની સેવા કરતી રહી.પછી કાકા અને કાકી એ ભાભીના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો પરંતુ ભાભીએના પાડી દીધી. કાકા અને કાકી એ ખૂબ સમજાવી પછી તે તૈયાર થઈ. બે વર્ષ સુધી યોગ્ય મુરતિયાની શોધ કરી. અને શોધ વડોદરામાં પૂર્ણ થઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post