September 26, 2021

WHO પણ કોરોના વાયરસથી ડર્યું, કહ્યું- ભયાનક મહામારીનું ખતરનાક રૂપ હજુ બાકી

Share post

કોરોના વાયરસના કારણે દુનિયામાં અત્યાર સુધી 43, 098 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1,018 લોકોનું મૃત્યુ થયું છે. કુલ બીમાર લોકો માંથી 40,171 લોકો ફક્ત ચીનમાં છે. ચીનમાં અત્યાર સુધી કુલ 908 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તેને લઈને ખૂબ ચિંતામાં છે. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેઈસસએ કહ્યું કે આ એક મોટી મહામારીની શરૂઆત છે.

WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેઈસસએ કહ્યું કે આ એક માત્ર શરૂઆત છે. કારણ કે આપણે હજુ આ ભયાનક મહામારીનું વિકરાળ રૂપ જોવાનું બાકી છે. સમગ્ર દુનિયાને આને લઈને સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે આપણને નથી ખબર કે આને કઈ રીતે રોકીશું?

WHOના ડાયરેક્ટર જનરલ એ કહ્યું કે જે ઝડપથી આ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે.કારણકે હવે ઘણા દેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકો નાના-મોટા કેસો બહાર આવી રહ્યા છે. હવે આ જ નાના નાના કેસોમાં વધારે લોકો સંક્રમિત થઇ જશે. જોકે હાલમાં તેની ગતિ ધીમી છે પરંતુ આ ગમે તે સમયે વધી શકે છે.

WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેઈસસ એ  ચિંતા વ્યક્ત કરી છે કે સૌથી મોટું કારણ યુ.કે ના વિસ્તારમાં ઓછી સંખ્યામાં જ પરંતુ આ વાયરસના ઘણા મામલા સામે આવ્યા છે. યુકેના બ્રિટનમાં પાંચ કેસ, લંડનમાં એક કેસ, યોર્કમાં બે કેસ અને ઓક્સફર્ડ માં એક કેસ. જ્યારે મર્સીસાઈડ માં 93 લોકો અને મિલ્ટન કેઇન્સ માં 105 લોકો સંક્રમિત હોવાની શંકા છે.

સૌથી મોટી ચિંતા એ છે કે હવે કોરોના વાયરસ ચીનમાંથી નથી ફેલાઈ રહ્યો.જે લોકો તેનાથી સંક્રમિત થઇ ને દુનિયાના વિવિધ ભાગોમાં જઇ ચુક્યા છે તેમના લીધે આ વાયરસ વધારે ફેલાઈ રહ્યો છે. લોકોને મુસાફરી કરવાથી રોકવું ખૂબ મુશ્કેલી ભર્યું છે.

ડૉ. ટેડ્રોસ ઘેબ્રેઈસસ એ કહ્યું કે આવી ઓછી સંખ્યા વાળા મામલાને પકડવો ખૂબ મુશ્કેલ થશે. તેનાથી વાયરસ ફેલાવાનો ભય ઘણો વધી જાય છે. ઘણા દેશોમાં તો તેની તપાસ માટે યોગ્ય મેડીકલ કીટ પણ નથી.

દુનિયાભરના વાયરસ નિષ્ણાંતોનું માનવું છે કે ચીનના વુહાનમાં એકલા કોરોના વાયરસથી સંક્રમિત લગભગ 3.50 લાખ લોકો હશે. પરંતુ ચીનની સરકાર આ વાતનો ખુલાસો નથી કરી રહી.જો આ રીતે જ સરકાર કોરોના વાયરસથી પિડીત દર્દીઓની સંખ્યા છુપાવવાની કોશિશ કરશે તો આખી દુનિયા આ મહામારી ની ચપેટમાં આવી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post