September 17, 2021

દિલ્હીમાં બધું મફત આપવા છતાં સરકાર પાસે રૂપિયા ખૂટતા નથી- જાણો ક્યાંથી આવે છે આટલા રૂપિયા

Share post

હાલ દિલ્હીમાં કેજરીવાલ સરકારને મળેલી જીત બાદ હવે એવી વાતો થવા લાગી છે કે, કેજરીવાલ સરકાર ટેક્સપેયર્સના પૈસા મફતિયું આપવામાં ઉડાવી રહ્યા છે. પણ તેમાં કેટલી સાચી વાત છે કે, શું કેજરીવાલ દિલ્હી સરકારનો ખજાનો ખાલી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પોતાના શાસનમાં ઝડપી વૃદ્ધિની સાથે સાથે રાષ્ટ્રીય GDPમાં પણ પોતાની ભાગીદારી વધારી છે. દિલ્હીના GDPમાં છેલ્લા પાંચ વર્ષમાં 11.8 ટકાનો વધારો થયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, હાલ 2020ની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ આપ પાર્ટી ફરી એક વાર દિલ્હીમાં સત્તાના સિંહાસને બિરાજવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં આપ પાર્ટીએ 62 સીટ પર જીત મેળવી છે, જ્યાં ભાજપ 8 સીટમાં ભોંયતળીયે બેસી ગયું છે.

કેજરીવાલ સરકારે મહિલાઓ માટે મફત બસ યાત્રા, 200 યુનિટ સુધી મફત વિજળી, 20 હજાર લીટરથી ઓછા પાણી પર કોઈ બિલ નહીં, અતિ ગરીબ બાળકોની 100 ટકા ફી માફ, 200 મોહલ્લા ક્લિનિકમાં મફત સારવાર, દવાઓ અને ટેસ્ટ ગરીબો માટે ખાનગી હોસ્પિટલમાં સર્જરી મફત, રોડ અકસ્માત અને આગના કિસ્સામાં મફત સારવાર, વૃ્દ્ધ લોકો માટે મફતમાં તીર્થ યાત્રા, વિજળીથી લઈ પાણી સુધી બધુ ફ્રી આપી દીધું છે.

કેજરીવાલ સરકારે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ઘણો ખર્ચ વધાર્યો છે. દેશના અન્ય રાજ્યોએ સરેરાશ જ્યાં 14.8 ટકા ખર્ચ કર્યો છે, ત્યાં દિલ્હી સરકારે તેના પર 25.3 ટકા ખર્ચ કર્યો છે. એવી જ રીતે સ્વાસ્થ્ય પર જ્યાં અન્ય રાજ્યો સરેરાશ 4.9 ટકા ખર્ચ કરે છે, ત્યાં દિલ્હી સરકાર તેના પર 12.5 ટકા ખર્ચ કરે છે.

દિલ્હી સરકારની આવક ટેક્સ, કેન્દ્રની ગ્રાન્ટ તથા અન્ય લાભમાંથી થાય છે. નાણાકીય વર્ષ 2019-20માં દિલ્હીને ગ્રાન્ટ અને એડના સ્વરૂપે 6717 કરોડ રૂપિયા મળવાનું અનુમાન છે. ઉપરાંત સરકારને બિન ટેક્સ સ્ત્રોતમાંથી લગભગ 800 કરોડ મળવાની આશા છે. જેમાં વ્યાજ અને રોયલ્ટી પણ સામેલ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને જીએસટીથી થતાં નુકસાનની ભરપાઈના રૂપમા 3 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે. જ્યારે ગત વર્ષમા ભરપાઈના સ્વરૂપે 3500 કરોડ મળ્યા હતા.દિલ્હી સરકારને આ વર્ષે એટલે કે, વર્ષ 2019-2020 માં ટેક્સ રેવન્યૂમાં 42,500 કરોડ રૂપિયા મળવાની આશા છે.

ખરેખર જોઈએ તો, કેજરીવાલ સરકારે કેપિટલ એક્સપેંડીચરમાં કાપ મુકી તે પૈસા શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચ્યા છે. દિલ્હી સરકાર નવી સ્કૂલો અને સ્વાસ્થ્યની બુનિયાદી વિકાસનું કામ ઓછુ થઈ રહ્યું છે અને તેની પાછળ જે ખર્ચ થઈ રહ્યો હતો તે સરકાર હાલમાં હોસ્પિટલ અને સ્કૂલોને સુધારવામાં લગાવી રહી છે. તેમ છતાં પણ રોડ અને પુલ પર દિલ્હી સરકારનો ખર્ચ અન્ય રાજ્યોની સરખામણી ઘણો વધારે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post