September 21, 2021

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ: જાણો ક્યાં રંગના ગુલાબથી વ્યક્તિને કરવું પ્રપોઝ

Share post

દર વર્ષે આતુરતાથી રાહ જોવાતા પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડે ચાલી રહયો છે. કોલેજીયનો અને યુવાનોમાં ખાસ આદિવસોનું મહત્વ હોય છે. સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન ડેને કપલ ખુબજ ધામધુમથી ઉજવે છે. કેટલાક દેશોમાં તો આ દિવસે જાહેર રજા આપવામાં આવેછે. ખરેખર, ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. કારણ કે 14 મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. 14મી ફેબ્રુઆરીથી એક સપ્તાહ પહેલા વેલેન્ટાઇન વીકની શરૂઆત થયા છે. આ 7 દિવસોને અલગ-અલગ દિવસની જેમ ઉજવવામાં આવે છે. 7મી ફેબ્રુઆરીના રોજ સૌથી પહેલો દિવસ ‘રોજ ડે’ હોય છે અને આ દિવસે લોકો તેમના પ્રેમને દર્શાવવા માટે ‘ગુલાબના ફૂલ’નો ઉપયોગ કરે છે. જોકે ગુલાબના ફૂલ અલગ-અલગ રંગના હોય છે તેથી તમારે એ જાણવું જરૂરી છે કે ક્યાં રંગના ગુલાબનું શું મતલબ છે…

વેલેન્ટાઈન વીક દરમિયાન કોલેજીયન, યુવાન-યુવતીઓ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જશે. દરરોજ થીમ આધારીત દિવસોની ઉજવણી કરાશે. જ્યારે સપ્તાહ દરમિયાન ઈન્ટરનેટની બોલબાલા વચ્ચે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયા સાઈટ પર શુભેચ્છા સંદેશના મારો ચાલશે. પ્રિય પાત્ર, મિત્રોને મનગમતી અને મોંઘીદાટ ગિફ્ટ આપવા માટે યંગસ્ટર્સોના ગિફ્ટ શોપમાં આંટા-ફેરા જોવા મળશે. વેલેન્ટાઈન વીકને લઈ યુવાધનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તો આવો જાણીયે ક્યા કલરનું ગુલાબ છે તમારા માટે ખાસ:

લાલ ગુલાબ:(Red Rose)

પ્યારની અભિવ્યકિત માટે શ્રેષ્ઠ એટલે લાલ ગુલાબ તમે કોઈના ગાઢ પ્રેમમાં છો તો તેને આપો એક પ્યારુ લાલ ગુલાબ પછી તમારે શબ્દોની જરૂર નહી પડે. આ ગુલાબના ફૂલનો કોમન કલર છે. જે પ્રેમને દર્શાવે છે. રેડ રોજને રોમાંસ, પેશન અને ઇંટેન્સ ઇમોશન સાથે જોડવામાં આવે છે. લાલ ગુલાબ સાથે જોડાયેલી સૌથી અગત્યની વાત એ છે કે આ ગુલાબ આપીને તમે સામે વાળા વ્યક્તિને એ દર્શાવવાની કોશિશ કરો છો કે તમે એ વ્યક્તિને પ્રેમ કરો છો એટલે કે ‘આઇ લબ યૂ’ કહેવાનું સૌથી સરળ માધ્યમ છે લાલ ગુલાબ.

પીળું ગુલાબ: (Yellow Rose)

પીળુ ગુલાબ દોસ્તીનું પ્રતિક માનવામાં આવે છે. એક નવી શરૂઆત કરવા માટે તમે પીળુ ગુલાબ આપી શકો છો. પીળું ગુલાબ મિત્રોને આપવા માટે બેસ્ટ ચોઇસ માનવામાં આવે છે. કારણે કે પીળું ગુલાબ જોશ, તાજગી અને ઉત્સાહનું પ્રતીક મનાય છે. આ સાથે પીળા ગુલાબને ખુશી અને ગુડ હેલ્થ સાથે પણ જોડવામાં આવે છે. એટલે કે જો તમે તમારા મિત્રને જણાવવા માંગો છો કે તમારા માટે એ વ્યક્તિ કેટલો સ્પેશિયલ છે અને તમારા જીવનમાં એ કેટલું ખાસ મહત્વ ધરાવે છે તો તમે એ વ્યક્તિને પીળું ગુલાબ આપી શકો છો.

સફેદ ગુલાબ: (White Rose)

પવિત્રતા, સાદગી અને માસુમિયતના પ્રતિક સામન હોય છે સફેદ ગુલાબ જો તમે તમારા કોઇ ખાસને સોરી કહેવા ઇચ્છો છો તો આપી દો તેને સફેદ ગુલાબ પછી જૂઓ તમામ ફરિયાદો દૂર. જો તમારી કોઈ મિત્રે સાથે કોઈ વાત પર જબરદસ્ત લડાઈ થઈ હોય અને તમે એ લડાઈને ભૂલાવી ફરીથી મિત્રતાની નવી શરૂઆત કરવા માંગતા હોય તો એ માટે સફેદ ગુલાબ બેસ્ટ ઓપ્શન છે. આ ગુલાબ સાદગી, વિનમ્રતા અને દિલમાં સારી વાતોનું પ્રતીક માનવામાં આવે છે.

પિંક રોજ:(Pink Rose)

તમે કોઈની સામે આભાર દર્શાવવા ઇચ્છતા હો તો તેને આપો એક પ્યારુ ગુલાબી ગુલાલ. કોઈને ખુબજ પ્યારથી થેક્સ કહેવાનો આ છે સરળ ઉપાય. પિંક રોજ સામે વાળા વ્યક્તિ પ્રતિ તમારી કૃતજ્ઞતા અને ધન્યવાદ વ્યક્ત કરવાની ભાવનાને દર્શાવે છે. વેલેન્ટાઇન ડે માત્ર પાર્ટનરને પ્રેમ કરવા માટે જ ઉજવવામાં નથી આવતો પરંતુ આ દિવસે તમે મારા માતા-પિતા, ટીચર અથવા ભાઇ-બહેન પ્રત્યે તમારા પ્રેમને એમની સામે દર્શાવી શકો છો. તેમને ધન્યવાદ કહેવા માટે પિંક રોજ આપી શકો છો. કારણે કે વેલેન્ટાઇન પ્રેમનો દિવસ છે.

લેવેંડર ગુલાબ: (Lavender Rose)

તમને કોઇ પ્રત્યે ખાસ આકર્ષણ થયુ હોય તો તમે તેને લવન્ડર ગુલાબ આપી તમારી લાગણી દર્શાવી શકશો.  શું તમને ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ થયું છે? જો તમારો જવાબ હાં છે તો તમે સામે વાળા વ્યક્તિને આ લેવેંડર રંગનો ગુલાબ આપીને તમારા પ્રેમની ભાવના તેની સામે વ્યક્ત કરી શકો છો. જોકે લેવેંડર ગુલાબ સરળતાથી નથી મળતું અને તેને શોધવા માટે તમારે બઉ વધારે મહેનત કરવી પડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post