September 21, 2021

બહેન સાથે બનાવ્યો TikTok વિડીયો, ત્રણ લોકોએ રોડ પર કપડાં વગર ફેરવ્યા

Share post

જયપુરમાં એક ચકીત કરનારી ઘટના સામે આવી છે. પોતાની બહેન સાથે Tik Tok વિડીયો બનાવો એક કિશોરને ભારે પડી ગયું છે. Tik Tok પર વિડીયો બનાવવાના કારણે ત્રણ લોકોએ કિશોરને રોડ ઉપર કપડાં વગર ફેરવ્યો. એટલું જ નહીં આરોપીઓએ છોકરાની પટ્ટા વડે ધોલાઈ પણ કરી. અને રોડ ઉપર નગ્ન ફેરવતી વખતે તેનો વિડીયો બનાવ્યો.

વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કઈ રીતે કિશોરને રોડ ઉપર નગ્ન ફેરવવા મજબૂર કરવામાં આવ્યો, જ્યારે તેનો ચહેરો ઢાંકેલો હતો. વીડિયોમાં પીડિત આરોપીઓ સામે માફી માંગતો દેખાઈ રહ્યો છે. જ્યારે આરોપીઓ તેને અપશબ્દો બોલવા સાથે સાથે કહેતા દેખાઈ રહ્યા છે કે તેને Tik Tok માં વિડીયો બનાવવાના કારણે સબક શીખવાડી રહ્યા છે.

તેમજ કિશોરના પરિવારનું કહેવું છે કે આ ઘટના બાદ તે એટલો ડરેલો છે તે સીધો ઘરે ભાગી આવ્યો.તેમજ શનિવારના રોજ કિશોરના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરોપી ઉપર આઈ.ટી. એક્ટ અને અન્ય ધારા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

કિશોરને નગ્ન કરી ફેરવનાર બે આરોપીઓને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે. તેમજ ઘટનાનો વીડિયો બનાવનાર બે આરોપીઓ ફરાર છે.કિશોરના પરિવાર બાદ છોકરીના પરિવાર વાળાઓએ પણ ત્રણેય આરોપીઓ ઉપર પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બંને પક્ષો તરફથી કેસ નોંધી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post