September 18, 2021

હવામાન વિભાગની આગાહી: ફેબ્રુઆરીના આ દિવસોમાં થશે ત્રણ ઋતુનો અનુભવ, જાણો વિગતે

Share post

ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થઈ ગયો છે તેમ છતાં ઋતુમાં હલચલ થવાનું બંધ થતું નથી. હવામાન વિભાગો અનુસાર, ઋતુ ક્યારેક પણ બદલાય શકે છે. હાલમાં શિયાળાની ઋતુ હોવા છતાં જે પ્રકારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે પ્રકારનો હવામાન પલટો આવતા સપ્તાહે પણ આવશે. 18મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ રહે, ઠંડા પવનો ફૂંકાવા છતાં દિવસે મહત્તમ તાપમાન વધે અને ગરમીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે. ત્યાં જ એવી હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કે, 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પણ પડી શકે છે.

ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં જાણે ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે, રાજ્યના અનેક સ્થળોએ મહત્તમ તપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉંચુ જાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તા.27 થી 29 આકરી ગરમી પડે. કેટલાક ભાગોનું ન્યુનતમ તાપમાન 40 ડિગ્રી સુધી રહે.

એક તરફ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વરસાદ પણ પાછો ખેંચાઈ રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ જ સંભાવના બનતી નથી દેખાઈ રહી. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

મધ્ય ગુજરાતમાં 37 ડિગ્રી સેલ્સિયસ રહે. તા.25 થી 27 દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય. હમણાં તા.19, 20, 21માં વાદળો આવે. તા.21-22માં ઠંડા પવન ફૂંકાય. પરંતુ રવિ પાકો માટે હવામાન સાનુકૂળ થતું જાય. માર્ચ માસમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે એપ્રિલમાં કેટલાક ભાગોમાં કરાં પણ પડી શકે તેમ હોવાનું અંબાલાલ દા. પટેલે જણાવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા 30 કલાકમાં ઘણા સ્થળોએ લઘત્તમ તથા મહત્તવ તાપમાનમાં 1 થી 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. સૌથી ઓછુ 10 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયુ હતુ. આ ઉપરાંત, કેશોદમાં 13 ડિગ્રી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં -14, કંડલા પોર્ટ, રાજકોટ, દીવ અને મહુવામાં-15, ભુજ અને અમરેલીમાં-16 જ્યારે પોરબંદર,વેરાવળ, અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. આજ સમયગાળમાં મહત્તમ તાપમાન 21થી 33 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતુ.

ચોમાસાની જેમ માર્ચ સુધી ઠંડી લંબાશે

પાછોતરા ચોમાસાની જેમ આ વખતે શિયાળો પણ માર્ચ સુધી લંબાવવાની શક્યતા છે. વળી ઠંડાના પાછલા રેકોર્ડ તોડતી ઠંડી  પડવાની પણ સંભાવના છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post