September 18, 2021

પૂર્વ જન્મમાં છૂપાવેલો ખજાનો શોધવા યુવકે કર્યું એવું કામ કે, પોલીસ પણ દોડીને આવી….

Share post

કોઈ વય્ક્તિ તમને કહે કે, આ જગ્યાએ ખજાનો છે તો તમે શું કરો. ખરેખર, ખજાનો છુપયો હોવાની વાત કાને પડતા જ મોટા ભાગના લોકોના કાન સરવા થઈ જાય છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક યુવકે પૂર્વ જન્મમાં છુપાવેલો ખજાનો શોધવા માટે એક સુરંગ ખોદી નાંખી હતી. બુંદી જિલ્લાના નૈનવા વિસ્તારમાં જમીનમાં ખજાનો છુપાવવામાં આવ્યો છે જે મેળવવાની લાલચમાં એક યુવકે 15 ફૂટ લાંબી સુરંગ ખોદી નાંખી હતી. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે વ્યક્તિ સુરંગ મારફત પાડોશીના ઘરમાં નીકળ્યો. એ સમયે લોકોને ખ્યાલ આવ્યો કે, આસપાસ સુરંગ બનાવવામાં આવી છે.

પોતાના ઘર તરફ સુરંગ બનાવામાં આવી રહી છે એ વાતની જાણ થતા જ પડોશી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને સુરંગનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી આ યુવક ચુપચાપ આ કામ કરી રહ્યો હતો. ગત રવિવારે જ્યારે પાડોશીને જમીન નીચેથી કેટલાક અવાજ સાંભળવા મળ્યા ત્યારે તપાસ કરતા ખ્યાલ આવ્યો. ત્યાર પછી જે વસ્તુ જોઈ એ નજર સમક્ષ આવતા પાડોશીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સુરંગ ખોદનારો આ યુવક મંદબુદ્ધિનો હોય એવું જાણવા મળ્યું છે. પોલીસે જ્યારે આ યુવકની પૂછપરછ કરી ત્યારે પોલીસ અધિકારીઓ પણ વિચારતા થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, આ વ્યક્તિએ કહ્યું હતું કે, પૂર્વ જન્મના પિતાએ તેને એક જાણકારી આપી હતી. જેમાં તેને દાવો કર્યો હતો કે, જમીનની નીચે ખજાનો છુપાયો છે. તેણે દાવો કર્યો હતો કે, ગત જન્મમાં તેને ગુર્જર પરિવારમાં જન્મ લીધો હતો. એ સમયે પિતાની આત્માએ સપનામાં આવીને એ જગ્યા પર ખોદકામ કરવા માટે કહ્યું હતું. તેથી આ યુવક ખોદાકમ કરી ખજાના સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પોલીસે આ વાર્તા સાંભળીને તાત્કાલિક સુરંગની કામ અટકાવી દીધુ છે. જ્યારે યુવકની ધરપકડ કરી છે. આ કેસમં પોલીસ તપાસ કરી રહી છે કે, યુવક મંદબુદ્ધિનો છે કે, ખોટા નાટક કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post