September 18, 2021

ધડાધડ ઘટી જશે વજન, દિવસમાં 2 વાર પીવો આ પાણી, આજથી જ શરૂ કરો આ પ્રયોગ

Share post

કોથમીર લગભગ બધા ના ઘરે જોવા મળે છે. ઘણા લોકો લીલી કોથમીર નો પ્રયોગ કરે છે તો ઘણા લીલી અને સુકાયેલી બંને નો. સુકાયેલી કોથમીર નો પ્રેયોગ મસાલા ના રૂપ માં કરવા માં આવે છે જ્યારે લીલી કોથમીર નો પ્રયોગ ચટણી અથવા શાકભાજી માં નાખી કરવા માં આવે છે. કોથમીર રસોઈમાં સ્વાદ વધારા ની સાથે ઘણા રોગો ને પણ ઠીક કરવા માં મદદ કરે છે.

કોથમીર મા ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે. કોથમીર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કોથમીરના પાણીમાં બહોળી માત્રામાં પોટેશ્યમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ જોવા મળે છે અને આ બધા તત્વ બીમારીઓથી આપણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. કોથમીર રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા સુંગંધિત લીલા પાન છે જે ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

કોથમીરમાં એવા તત્વ રહેલા હોય છે જે શરીરમાંથી કૉલેસ્ટ્રોલ ઓછુ કરીને તેને કંટ્રોલમાં રાખે છે. રિસર્ચ અનુસાર જો કોઇને હાઇ કૉલેસ્ટ્રોલની ફરીયાદ છે તો તેમણે ધાણાના બીજ ઉકાળીને તે ઉકાળેલું પાણી પીવું જોઇએ.

જો તમે વજન ઓછું કરવા માગતા હોય તો તેના માટે પણ કોથમીરનું પાણી ખૂબ જ કામમાં આવી શકે છે, આની પહેલા પણ અમે જણાવી ચૂક્યા છીએ કે આ પાણી કેટલું ફાયદાકારક છે.

વજન ઓછું કરવા માટે ત્રણ ચમચી ધાણા ના બીજ એક ગ્લાસ પાણીમાં લઈને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો, ત્યાર પછી તેને ગાળીને રોજ બે વખત પીવાથી થોડા જ દિવસોમાં તમને વજન ઘટયાનો અહેસાસ થવા લાગશે.

ખીલ માટે કોથમીર રામબાણ ઈલાજ મનાય છે, કોથમીરના જ્યુસ મા હળદરનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વખત આ લેપ નો ઉપયોગ કરવાથી ખીલ અને ચહેરા પરના ડાઘા તેમજ બ્લેક સ્પોર્ટ્સ થી છુટકારો મળે છે અને ચહેરો વધુ નિખાર મેળવે છે.

વજન ઘટાડવા ઇચ્છો છો તો કોથમીરના બીજનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. તેના માટે તમે ત્રણ મોટા ચમચા કોથમીરના બીજ એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધાથી ઓછું થઇ જાય ત્યારે તેને ગાળી લો. આ પાણીને દરરોજ બે વાર પીવાથી વજનમાં ઘટાડો થશે.

જો તમને પેટ સંબંધિત કોઇ સમસ્યા છે તો બે કપ પાણીમાં કોથમીરના બીજ, જીરું, ચા પત્તી અને ખાંડ નાંખીને સારી રીતે મિક્સ કરી લો. આ પાણી પીવાથી એસિડિટીમાં આરામ મળે છે. પેટમાં દુખાવો થવા પર અડધો ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણાના બીજ નાંખીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post