September 23, 2021

બે ભાઈઓ આધુનિક ખેતી કરીને બની ગયા છે કરોડોના માલિક, જાણો અને કરો આ રીતે ખેતી

Share post

આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવિસ્કાર થઇ રહ્યો છે ત્યારે ખેતીનું ક્ષેત્ર કેવી રીતે બાકાત રહી શકે ? ખેતીમાં તેની અગત્યતા વધતી જાય છે. ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં જમીન, ખેડની અગત્યતા, ખાતર, સુધારેલા અને હાઇબ્રીડબિયારણનુંમહત્વ, વાવણી સમય, અંતર, પિયતની ડ્રીપઇરીગેશનઅને સ્પ્રીંકલર પદ્ધતિઓ, મિશ્રપાક, આંતરપાક, રીલેપાક પદ્ધતિઓ,નિંદણ, આંતરખેડ અને પાક સંરક્ષણનું મહત્વ ખેડૂતોસમજયા છે અને તેવું કરવા પ્રેરાયા છે. તેઓ આધુનિક માર્કેટ યાર્ડ, માર્કેટના રોજેરોજના ભાવ વગેરે દૈનિક પેપર, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ દ્વારા જાણતા થયા છે.

આગામી દિવસોમાં કૃષી ક્ષેત્ર ક્રાંતિ સર્જી શકે તેવા કદમમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશ માટે એક મોડેલ-કૃષી-જમીન-લીઝ-કાનૂન તૈયાર કર્યા છે જેનાથી હવે ખેડુતો અને કોર્પોરેટ ક્ષેત્ર હાથ મિલાવીને ખેતી કરી શકશે. આજે પણ ખેતીના વ્યવસાયને સારી રીતે જોવામાં આવતો નથી અને ખેડૂતો પણ કામચલાઉ કમાણી કરીને સંતોષ માને છે. ખેડૂતોમાં આત્મહત્યા કરવાનો દર પણ ઊંચો છે. જોકે, યુપીના બે ભાઈ શશાંક તથા અભિષેક આધુનિક ખેતીના દમ પર કરોડોની કમાણી કરી રહ્યાં છે.

શશાંક ભટ્ટ એમબીએ છે પરંતુ તેણે ખેડૂત બનાવનો નિર્ણય લીધો હતો. એમબીએ બાદ તેને નોકરી મળી પરંતુ તેમાં તેને મજા ના આવી અને પછી તેણે કંઈક અલગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેમાં તેના મોટાભાઈ અભિષેકનો સાથ મળ્યો હતો. અભિષેકે બીટેક પૂરું કર્યુ હતું અને તે પોતાના ભાઈ સાથે કંઈક અલગ કરવાની રાહ પર નીકળી પડ્યો હતો. શશાંકે કહ્યું હતું કે વર્ષ 2010માં એમબીએ પૂર્ણ કર્યા બાદ 2011માં તેને ખેતી પ્રત્યે લગાવ થયો હતો જેમાં તેના મામા રાજીવ રાય પહેલેથી જ આધુનિક ખેતી કરતાં હતાં. મામા પાસેથી શશાંક ખાસ્સું શીખ્યો હતો. શરૂઆતના દિવસોને યાદ કરતાં શશાંકે કહ્યું હતું કે મધ્યમવર્ગીય પરિવાર હોવાને કારણે શરૂઆતમાં કોઈ આ વાત માનવા તૈયાર નહોતું. પરિવારને ખેતીમાં જવાનો નિર્ણય સમજાવવામાં ખાસ્સી વાર લાગી. ઘરના લોકોએ પરવાનગી આપતા તેણે દેશભરમાં ફરીને આધુનિક ખેતીની માહિતી ભેગી કરી. યુપી આજે પણ ખેતીના મામલે પાછળ છે. તેણે આધુનિક ખેતી નાના સ્તર પર શરૂ કરી હતી.

શશાંકના મતે, આધુનિક ખેતીની માહિતી માટે હવે લોકો તેમની પાસે આવે છે. શરૂઆતમાં માત્ર પાંચ એકર જમીમાં શિમલા મિર્ચ વાવ્યાં હતાં. આજે શશાંક 22 એકરથી વધુ જમીનમાં શિમલા મિર્ચની સાથે, ફ્લાવરની ખેતી કરે છે.

કમાણી પર વાત કરતાં શશાંકે કહ્યું હતું કે, શરૂઆતનો સમય મુશ્કેલ હતો પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ વસ્તુઓ બદલાઈ. આજે તેઓ 15 કરોડની કમાણી કરે છે. તેણે ભાઈની સાથે એગ્રીપ્લાસ્ટ નામની કંપનીની સ્થાપના કરી છે, જે ખેતી સાથેનું કામ કરે છે. આ કંપની મોટી સંખ્યામાં ખેડૂતોને સાંકળીને આધુનિક ખેતીનું શિક્ષણ આપે છે. શશાંકે કહ્યું હતું, તેમની વેબસાઈટ પરથી તેમનો સંપર્ક કરી શકાય છે. કોલ સેન્ટર પણ બનાવ્યું છે, જ્યાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. શશાંકના મતે, યુપીના ખેડૂતો હજી પણ આધુનિક ખેતી કરતાં નથી, જેથી મહેનત કર્યાં બાદ પણ પૂરતી કમાણી થતી નથી.

શશાંક ભાઈની સાથે મળીને ખેડૂતોને આધુનિક ખેતી અંગે સમજાવી રહ્યો છે. શશાંકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 હજાર ખેડૂતોને આધુનિક ખેતી કરતાં કર્યાં છે. તેઓ ભવિષ્યમાં ખેડૂતોને વધુ ફાયદો થાય તે રીતની ટેકનિક વિકસાવવા માગે છે. શશાંકના મતે, ખેતીને લઈ સરકારે સબિસિડી આપે છે, જેથી આગળ વધવામાં મદદ થશે. શશાંકના મતે, નાનો કે મોટો ખેડૂત સરળતાથી આધુનિક ખેતી કરી શકે છે. આજે મોટી સંખ્યામાં યુવાનો કોલેજમાંથી પાસ આઉટ થયા બાદ ખેતી તરફ લગાવ ધરાવે છે. તે લોકોને અપીલ કરવા માગે છે કે ખેતરો વેચીને શહેરમાં જવાને બદલે આધુનિક ખેતથી સારી કમાણી કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post