September 22, 2021

ગુજરાતનું શરમજનક શૈક્ષણીક જગત: માસિકધર્મ તપાસવા 68 વિદ્યાર્થીઓના કપડા ઉતરાવ્યા

Share post

ભુજથી મિરઝાપર રોડ પર આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને માસિકધર્મ પાળવાને લઈને કપડા ઉતારીને બાથરૂમમાં કડકાઈપુર્વક ચેકીંગ કરાતા હોબાળો મચી ગયો.સમગ્ર ઘટના બાદ જાતિય સતામણી કહી શકાય તેવી કોલેજ સંચાલકોની આ હરકતોને લઈને વાલીઓમાં ફીટકાર સાથે જબરો આક્રોશ પેદા થયો છે. અને આ કૃત્ય કરનાર તમામ સામે કડક પગલા લેવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે. તો, આ કેસમાં મહિલા આયોગ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને તપાસનો રિપોર્ટ આપવાની માંગ કરતાં એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના મહિલા પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર, સુપરવાઇઝર અને પીયુન સહિત ચાર જણાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો મહિલા આયોગની 5 સભ્યોની ટીમ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટ દોડી ગઈ છે.

મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગતા પોલીસ હરકતમાં આવી છે

આ ચકચારી ઘટનાને લઇને મહિલા આયોગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવાની માંગ કરતાં શુક્રવારે સવારે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ મહિલા કોલેજમાં પહોંચી ગયો હતો. ભોગ બનનાર યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ એક ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીંગા, કોઓર્ડિનેટર અનિતાબેન, પીયુન નયનાબેન અને સુપરવાઇઝર રમીલાબેન સહિતનાઓએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરી હતી. તેમજ આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, આ બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે અને ભોગ બનનારી યુવતીઓ પાસેથી આ અંગે ક્યાંય કાર્યવાહી કરશુ નહીં તેવું લખાવી લીધું હતું. ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી ચાર મહિલાઓ સામે આઇપીસી કલમ 384, 506, 355, 104 અને 114 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ મહિલા પીએસઆઈએ હાથ ધરી છે.

કોલેજ હોસ્ટેલ છોડવા વિદ્યાર્થિનીઓેને ચીમકી

વિદ્યાર્થિનીઓએ માંગણી કરી છે કે તેમની સામે ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે, તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે.

ભવિષ્યમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવશેઃ કોલેજ સંચાલક

વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર કોલેજ અને હોસ્ટલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે એવી પણ ધમકી અપાઇ હતી કે આ પ્રકારે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઇને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઇ શકે છે. જેમને અભ્યાસ કરવો હોય તે એ કરે બાકીની વિદ્યાર્થીનીઓ ઘરે જઇ શકે છે. સાથે એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જે થાય તે કરી લેવાનું.

હવે પરિણામની ચિંતા

સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કેરિયર પર આની કોઈ જ અસર ન થાય.

શું કહ્યું CM રૂપાણીએ?

કચ્છમાં વિદ્યાર્થીનિઓ સાથે ગેરવર્તણૂંકનો મામલાને જરૂર ગંભીરતાથી લેવામાં આવશે. ઘટના મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન બહાર આવ્યું છે. સરકાર આ મામલે ગંભીર છે.  તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. જવાબદારો સામે કડક પગલાં લેવાશે. પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post