September 21, 2021

જવાનના માથામાં વાગી ગોળી, ટપકતું રહ્યું લોહી તેમ છતાં આતંકીને ઠાર માર્યો

Share post

જમ્મુ-કાશ્મીરમાં લવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે થયેલી મુઠભેડમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. આ મૂઠભેડમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન શહીદ થઈ ગયો છે. પરંતુ શહીદ થયા પહેલા એ દેશ માટે એવું કારનામું કરી ગયો કે અમર થઈ ગયો.

બુધવારે લવેપોરામાં સુરક્ષા દળોને આતંકવાદીઓ હોવાની ખબર મળી હતી, ત્યાર બાદ સુરક્ષા દળે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું અને વિસ્તારની ઘેરાબંધી કરી. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા બળ પર ગોળીબાર ચાલુ કર્યો. આ દરમિયાન આતંકીઓએ જવાન રમેશ રંજનના માથાના ભાગે ગોળી મારી દીધી.

ગોળી લાગ્યા બાદ પણ રમેશે રાયફલ સંભાળી અને જવાબી ફાયરિંગ શરૂ કરી દીધું. જમીન પર પડતા પહેલા રમેશે એક આતંકીને ઢાળી દીધો હતો. ફાયરિંગનો અવાજ સાંભળી બાકી જવાનો એલર્ટ થઈ ગયા અને બે વધારે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા.

રમેશ રંજનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને શહીદ ઘોષિત કરવામાં આવ્યો. રમેશ રંજન બિહારના ભોજપુર જિલ્લાના રહેવાસી હતા. શહીદી બાદ તેમના ઘરે સૂચના આપવામાં આવી કે મુઠભેડમાં જવાન રમેશ રંજન શહીદ થઈ ગયા છે.

શહીદ જવાન રમેશ રંજન વર્ષ 2011માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફની 73 બટાલિયનમાં કોન્સ્ટેબલ પદ ઉપર ભરતી થયા હતા અને તેમનું પહેલું પોસ્ટિંગ સંભલપુર ઓરિસ્સા માં થયું હતું, ત્યારબાદ તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવી હતી. જવાનના લગ્ન બે વર્ષ પહેલાં જ થયા હતા.

રમેશ રંજનના પિતા રાધામોહન સિંહ એ જણાવ્યું કે લગભગ એક મહિના પહેલા તેમનો દીકરો રજાઓમાં ઘરે આવ્યો હતો, રજા પુરી થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પોતાની ડ્યુટી પર ચાલ્યો ગયો હતો. દીકરા સાથે કાયમ વાત થતી હતી,કાલે સાંજે ફોન આવ્યો કે આતંકીઓની સાથે મુઠભેડ થઈ છે જેમાં રમેશ રંજન શહીદ થઈ ગયા છે.

દીકરાની શહીદી પર રમેશના પિતાનું કહેવું છે કે મને ગર્વ છે કે હું એ દીકરાનો બાપ છું જે આતંકીને મારીને શહીદ થયો. શહીદની માતાના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યાં. શહીદના સંબંધીઓનું કહેવું છે કે તે અમારા માટે કોઈ આદર્શથી ઓછો નથી.

આતંકીઓની થઈ ઓળખ

આતંકીઓ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સાથે મળીને ચલાવવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓ ત્રણ આતંકીઓ માંથી બેની ઓળખ ખતીબ અહેમદ દાસ અને જીયાઉલ રહેમાન વાનીના રૂપમાં થઈ છે.

આના પહેલા પણ સીમાપારથી ગોળીબાર કરવામાં આવ્યો છે. મંગળવારે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પુંછમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો.સેનાના જણાવ્યા અનુસાર પાકિસ્તાને વગર કોઈ ઉકસાવે શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને પૂંછમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કરી અને મોર્ટાર પણ ચલાવ્યા હતા.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતીય સેનાએ સીમા પર પાકિસ્તાનની સેનાને વળતો જવાબ આપ્યો છે.સોમવારની રાત્રે પણ જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના ભરથાર સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગથી એક નાગરિકનું મૃત્યુ થયું અને ચાર અન્ય ઘાયલ થઇ ગયા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post