September 22, 2021

ચિતા ઉપર શહીદનું શબ, બહેને ઓઢણી ફાડી બાંધી રાખડી, માસુમએ આપ્યો મુખાગ્નિ

Share post

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાન સેના દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન દરમિયાન ગોળીબારમાં શહીદ થયેલા રાજીવ સિંહના સોમવારે તેના માદરેવતન જયપુરના લુહાકના ખૂર્દમાં રાજકીય સન્માન સાથે હજારો લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

રાજીવને તેના એક માત્ર દીકરા ૧૦ વર્ષીય અધીરાજસિંહએ મુખાગ્નિ આપ્યો. અધીરાજસિંહએ કહ્યું કે મારા પિતાને મારનાર પાકિસ્તાનને સેનામાં ભરતી થઈ પાઠ ભણાવીશ, આ દરમિયાન સીમાએ પોતાના શહીદ ભાઇને કાંડે રાખડી બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી.

અત્યંત ભાવુક કરી દે એવા દ્રશ્યોમાં બહેન સીમાએ પોતાની ઓઢણી ફાડી શહીદ ભાઇના કાંડે રાખડી બાંધી. આ દરમિયાન સંપૂર્ણ રાજકીય સન્માન સાથે હજારો લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. પ્રાગપુરા પોલીસ સ્ટેશનથી માદરેવતન લુહાકના ખુર્દ સુધી પંદર કિલોમીટર લોકો બાઈક અને પગપાળા ચાલતા રહ્યા. આ દરમિયાન રાજીવ સિંહ અમર રહે, ભારત માતાકી જય તેમજ વંદે માતરમ જેવા નારાઓ બોલાઇ રહ્યા હતા.

આના પહેલા તિરંગામાં લપેટાયેલ શહીદ રાજીવનું પાર્થિવ શરીર સોમવારે જેવું જ ગામમાં પહોંચ્યું તો દરેકની આંખો ભીંજાઇ ગઇ. લોકોએ આ દરમિયાન દેશભક્તિના નારા લગાવ્યા.

બીજેપી નેતા અને સાંસદ કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ જે વાહન માં શહીદનું પાર્થિવ શરીર હતું તેની સાથે જ ચાલી રહ્યા હતા. આ ઉપરાંત અન્ય ઘણાં નેતાઓ પણ હાજર રહ્યા. ઘણી જગ્યાએ સહિતના સન્માનમાં યુવાનોએ ફૂલ પણ વરસાવ્યા.

શહીદના ઘરમાં માતા-પિતા અને પત્ની ઉપરાંત ૧૦ વર્ષનો દીકરો છે.ભારતીય સેનામાં જવાન રાજીવ સિંહ શહીદ એ સમયે શહીદ થયા જ્યારે પાકિસ્તાનના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારી કરવામાં આવી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post