September 23, 2021

સિંઘમ રુપાણીને પોતાના મંત્રીઓ જ મુખ્યમંત્રી પદેથી હટાવા ઘડી રહ્યા છે યોજના- જાણો વિગતે

Share post

2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા.

નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા એટલે ના છૂટકે ગુજરાતને નવા મુખ્યમંત્રીની જરૂર પડી. આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને ગુજરાતમાં સવર્ણ સમાજોને અન્યાય થઈ રહ્યો છે એવો જુવાળ પાટીદાર અનામત આંદોલનથી ઉભો થયો. આના પરિણામે આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું . જોકે એવી પરિસ્થિતી ફરીથી ગુજરાતમાં આવીને ઉભી હોય તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. શું વિજયભાઈના નેતૃત્વને બદલવા આ બિનઅનામત vs અનામતની લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. રૂપાણી સરકારના જ કેબિનેટ મંત્રીઓ ખુલ્લેઆમ આંદોલનકારીઓની પડખે ઉભા છે એ શું સુચવી રહ્યું છે?  ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે.. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે..તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં કેટલાક શખ્સો દ્વારા માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

એક પરિપત્ર જે જ્યારે લાગુ કરાયો ત્યારે વિવાદ ના થયો ને આજે એના પર આંદોલનો થાય

ગુજરાતમાં રાજ્ય સરકાર દર વર્ષે ઢગલાબંધ પોસ્ટની ભરતીઓ કરે છે. એમાંની એક એવી પોસ્ટ LRD એટલે કે, લોકરક્ષક દળની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓનું મેરીટ ઉચું જતાં અને બિનઅનામત વર્ગની મહિલા કેટેગરીનું મેરીટ નીચું રહેતાં લગભગ 40-50 સીટની ભરતી માટે સમગ્ર ગુજરાતના સવર્ણો અને બિનસવર્ણો તમામ વર્ગો રસ્તા પર ઉતરી આવે. ગાંધીનગરમાં અનામત વર્ગની બહેનો 60 દિવસથી ઉપવાસ કરે આ લડત શું સુચવે છે.

મંત્રીઓ આંદોલનકારીઓને સમર્થનમાં

ગુજરાતમાં અનામત વર્ગની મહિલાઓ માટે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા તેમજ ભાજપના દિગ્ગજ ધારસભ્યો અને નેતાઓ ખુલ્લેઆમ રૂપાણી સરકારના વિરોધ પ્રદર્શન કરી બહેનોના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. તે ઉપરાંત સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવા ખુલ્લેઆમ રૂપાણી સરકાર વિરૂદ્ધ આ વાતનું સમર્થન પણ કરે અને મીડિયાને બાઈટો પણ આપે.

CMના આદેશ બાદ પણ મંત્રીઓ દેખાયા નહીં

રાજકીય સૂત્રોના કહેવા મુજબ જ્યારે, મુખ્યમંત્રી સાહેબ ગુરૂવારે સવારે તેમના બંગલે બધા જ સમાજના મંત્રીઓની બંધ બારણે બેઠક બોલાવવા માંગતા હતા અને તે જ સમયે મંત્રીઓ ગાંધીનગર છોડી જતાં રહે અને કાર્યક્રમોમાં હોવાનું બહાનું કાઢી રૂપાણીને મળવા જ તૈયાર નથી. શું આ રૂપાણી સાહેબ પ્રત્યેની નારાજગી છે કે રાજ્યના મુખ્યમંત્રી બદલવા માટેનું અનામતનું ભૂત ફરી ધ્રુણીયું છે.

નીતિનભાઈ આજે CM સાહેબનું નામ રટણ કરી રહ્યા છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદાર આંદોલનથી લઈ કોઈ પણ સમાજનો યક્ષ પ્રશ્ન હોય છે ત્યારે આગળ આવી સમતાં અને સરળતાંથી એનું નિરાકણ લાવતાં હોય છે. પાટીદાર આંદોલન હોય કે ખેડૂતોના પ્રશ્નના જવાબો હોય ભુતકાળમાં મીડિયાના માઈક સામે એમણે જ વિસ્તારથી જવાબો આપ્યા છે. જ્યારે ગઈકાલે જે સવર્ણ સમાજો સાથે મિટીંગ થઈ તે બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તમામ વાતોના નિર્ણય મુખ્યમંત્રી સાહેબ કરશે એવું ઢોળી રહ્યા હતા. ચાલો માની લઈએ કે અનામત અને બિન અનામતની લડત ઉગ્ર બની ગઈ છે પણ તમામ નિર્ણયો પર ચર્ચા કરવાથી પણ નીતિનભાઈ ભાગી રહ્યા છે.

ભાજપના આંતરિક ડખાઓ જ મુખ્યમંત્રીનું પદ ખાઈ જશે?

જો કે, લાંબા સમયથી દેખાઈ રહેલી રૂપાણી સાહેબની મુખ્યમંત્રીના હોદ્દા પર જે  ડેમેજ કંટ્રોલની આવડત હોવી જોઈએ તે અહીં નબળી દેખાઈ રહી છે. ભાજપના નેતાઓના આંતરિક ડખાઓના નિરાકરણ યોગ્ય રીતે ન લાવવાના મુદ્દે તેમના પર મોવડીમંડળની તોળાતી તલવાર હોય તેવું લાગી રહ્યું છે. આ વાતમાં સત્યાર્થતા પુરાવવા કોઈ રાજી નથી પણ રૂપાણી સાહેબના વિશે પુછાતાં પ્રશ્નોમાં ભાજપના દરેક દિગ્ગજ નેતાઓ અલગ-અલગ વાતો કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post