September 21, 2021

ચૂંટણીના રણનીતિકાર એવા પ્રશાંત કિશોરે બિહારની ચૂંટણીમાં પણ ભાજપને હરવા માટે બનાવ્યો છે માસ્ટરપ્લાન

Share post

થોડા સમય પહેલા જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ ફરી ચર્ચામાં આવેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના ખાતે મહાગઠબંધને એક મહત્વની બેઠક કરી. જેમાં મહાગઠબંધનના નેતાઓએ રાજદ નેતા તેજસ્વી યાદવને પોતાના નેતા માનવાથી ઇન્કાર કર્યો અને શરદ યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવાની માંગ કરી છે.

પ્રશાંત કિશોરે તેમને ફરીથી બિહારના રાજકારણમાં ઉતરવાના અને આરજેડી અથવા કોંગ્રેસમાં જવાના અહેવાલોને ફગાવ્યા છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે આરજેડી કે કોંગ્રેસમાં જવાની વાત સંપૂર્ણપણે બકવાસ છે. બિહારમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઇને તમામ પક્ષો પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે. મીડિયા સૂત્રો મુજબ ઉપેન્દ્ર કુશવાહા અને મુકેશ સાહનીએ આરજેડી નેતા તેજસ્વી યાદવને મહાગઠબંધનના નેતા બનાવવા પર સવાલ ઉભા કર્યા હતા.

આ દરમ્યાન જેડીયુના ઉપાધ્યક્ષ રહેલા પ્રશાંત કિશોર અને તેની કંપની ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીને લઇને પણ ચર્ચાઓનું બજાર ગરમ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે આ બધી વાતો બકવાસ છે. હું 18 ફેબ્રુઆરી બાદ આ મુદ્દાઓ પર વાત કરીશ. ત્યાં સુધી કોઇ અટકળો ન લગાવશો. મહત્વનું છે કે બિહારના સીએમ નીતિશકુમારે નાગરિકતા સંશોધન કાયદો તેમજ એનઆરસીનો વિરોધ કરવા બદલ પ્રશાંત કિશોરને પક્ષમાંથી પાણીચું પકડાવ્યું હતું.

ખેરખર, મહાગઠબંધનના કેટલાક નેતા આ વાતથી નારાજ હતા કે આરજેડીએ એકતરફી નિર્ણય કરતા તેજસ્વીને મહાગઠબંધનના નેતા અને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણું કહેવું છે કે તેજસ્વીને મુખ્યમંત્રીનો ચેહરો બનાવવા અંગે મહાગંઠબંધનના કોઈ પણ દળ સાથે કોઈ વાટાઘાટ કરવામાં આવી નહોતી. મીડિયા રિપોર્ટ મુજબ બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે અંગે શનિવારે શરદ યાદવ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે.

ત્યારે બીજી તરફ બીજેપી અને જેડીયૂ સાથે મળીને વિભાનસભા ચૂંટણી લડી શકે છે. નીતિશ કુમારની આગેવાની હેઠળ એનડીએ ચૂંટણી લડશે એવી મજબૂત સંભાવના છે. કારણ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહ અને નીતિશ કુમાર એક મંચ પર નજરે આવ્યા હતા. તેથી બંને દળો વચ્ચેની ખટપટની અટકળોને હવે વિરામ મળ્યો છે એમ લાગી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post