September 23, 2021

અચાનક મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલી દીધા છે 50 હજાર કરોડ રૂપિયા- જાણો કેવી રીતે તમને મળશે ?

Share post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સીધો ફાયદો થાય તે માટે શરૂ કરેલી યોજના અંતર્ગત દેશના 8 કરોડ 38 લાખ ખેડૂતોને 50,029 કરોડ રૂપિયાની ભારેભરખમ રકમ જમા કરાવી દીધી છે. લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મોદી સરકારના મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ સમાચાર જણાવ્યા હતા. આ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં કુલ 87 હજાર કરોડ નાખવાનો લક્ષ્યાંક હતો. જેમ જેમ લાભાર્થીઓનું વેરિફિકેશન થશે, તેમ તેમ બાકીની રકમ પણ નાખી દેવામાં આવશે. હાલમાં પીએમ-કિશાન સન્માન નિધિ સ્કિમનો ફાયદો સૌથી વધુ ઉત્તર પ્રદેશના ખેડૂતોને મળ્યો છે.

જો આ આંકડાઓની વાત કરીએ તો, સૌથી વધુ ફાયદો તે આ રાજ્ય લઈ રહી છે, જે રાજ્યમાં ભાજપની સરકાર છે. દિલ્હીમાં પણ હવે ખેડૂતો આ યોજનાનો લાભ લેતા થયાં છે. તો વળી જ્યાં ભાજપની સરકાર નથી એ રાજ્યો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જો કે, પશ્ચિમ બંગાળ સરકારે આ યોજનામાં હજૂ સુધી કોઈ લાભ લીધો નથી. સાથે-સાથે આ યોજનાનો લાભ દરેક રાજ્ય સુધી પહોચે તેવો સરકારનો લક્ષ્યાંક છે.

ભાજપ શાસિત રાજ્યોને મળેલી રકમ

યુપી- 11680 કરોડ, ગુજરાત-3245 કરોડ, કર્ણાટક-2702 કરોડ, આસામ-1609 કરોડ, હરિયાણા-1012 કરોડ, હિમાચલ-599 કરોડ, ઉત્તરાખંડ-480 કરોડ ત્રિપુરા-140 કરોડ, મણિપુર- 62.2 કરોડ, અરુણાચલ પ્રદેશ-20.9 કરોડ અને ગોવા-4.3 કરોડ રૂપિયા આ રાજ્યોમાં ફાળવામાં આવ્યા છે.

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેટલા પૈસા આપ્યા

રાજસ્થાન-3046 કરોડ, મધ્ય પ્રદેશ-2506 કરોડ, પંજાબ-1469 કરોડ, છત્તીસગઢ-876 કરોડ અને પુડુચેરી-4.8 કરોડ કરોડ રૂપિયા આ રાજ્યોમાં ફાળવામાં આવ્યા છે.

જો તમે પણ એક ખેડૂત છો અને આ યોજનાનો લાભ લેવા માટે અપ્લાઈ કર્યું છે? તો, તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે, નહીં તે જાણવા માટે ખાતાનું સ્ટેટસ જાણવું ખૂબ જ સહેલું છે. પીએમ કિશાન પોર્ટલ પર જઈ આધાર, મોબાઈલ અને બેંક ખાતાનો નંબર નાખી પોતાના ખાતાનું સ્ટેટસ જાણી શકાય છે.

કોને મળશે અને કોને નહીં

MP, MLA, મંત્રી અને મેયરને આ યોજનાનો લાભ નહીં મળે પછી ભલે તે પણ ખેતી કરતા હોય. કેન્દ્ર અને રાજ્યમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. ડૉક્ટર, એન્જિનીયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, જે ક્યાંય પણ ખેતી કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. વિતેલા નાણાકીય વર્ષમાં ઈન્કમ ટેક્સની ભરપાઈ કરી હોય તેવા ખેડૂતોને પણ આ લાભ મળશે નહીં. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓને આ લાભ મળશે.

જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો અને કોઈ અધિકારી તમારુ નામ સામેલ કરતા નથી, તો સૌથી પહેલા રાજ્યના ફરિયાદ પોર્ટલ પર તેની ફરિયાદ કરો. ત્યાંથી પણ કોઈ સુનાવણી ન થાય તો, (PM-KISAN Help Desk), Email (pmkisan-ict@gov.in) પર ફરિયાદ કરી શકો છો. ત્યાંથી પણ ન થાય તો, ફોન નંબર 011-23381092 પર ફોન કરી તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post