September 23, 2021

પશુના ગોબરનો આવો ઉપયોગ કરી લોકો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા- જાણો વિગતે

Share post

ગામડાઓમાં સામાન્ય રીતે આપણે ત્યાં છાણને કાં તો કચરામાં ફેંકી દેવાય છે કે પછી વધુમાં વધુ તેના છાણા થાપી ઈંધણ તરીકે કે યજ્ઞ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજકાલ છાણ દ્વારા બે ભાઈઓએ વર્ષે કરોડોનું ટર્નઓવર કરતી કંપની સ્થાપીત કરી દીધી છે. દુનિયામાં સૌથી વધુ દૂધ આપતા પાળેલા 30 કરોડ પ્રાણીઓ ભારતમાં છે જેનાથી પ્રતિ દિવસ 30 લાખ ટન ગોબર ઉત્પન્ન થાય છે. જેમાંથી મોટાભાગ બિનઉપયોગી તરીકે કચરામાં જાય છે. જ્યારે અનેક યૂરોપીયન દેશો આપણા કરતા ઓછું ગોબર હોવા છતા અનેક પ્રકારના જૈવિક પ્રોડક્ટ તૈયાર કરીને કમાણી કરે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે GOBAR(ગેલ્વેનાઈઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો સિસોર્સ ધન યોજના) તૈયાર કરી છે. જે અંતર્ગત સરકારે ગોબર અને એગ્રિકલ્ચર કચરાના યોગ્ય ઉપયોગ માટે દેશના 115 જિલ્લાને પસંદ કર્યા હતા અને હરિયાણાના કરનાલથી તેના એક પ્રોજેક્ટની શરુઆત પણ કરવામાં આવી. આ કરનાલ જિલ્લાના કુંજપુરા ગામમાં બે ભાઈ અમિત અગ્રવાલ અને આદિત્ય અગ્રવાલે પોતાની અમૃત ફર્ટિલાઇઝર સ્ટાર્ટઅપ કંપની ખોલી અને દરરોજ ગોબરમાંથી 2 હજાર યૂનિટ વીજળી બનાવીને મહિને રૂપિયા 5 લાખની કમાણી શરુ કરી છે.

તેમની કંપની પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે દરરોજ 25 હજાર કિલો ગોબર આસપાસની ગૌશાળાઓ પાસેથી ખરીદે છે અને તેને જૈવિક ખાતર સ્વરુપે વેચે છે. અમિત અગ્રવાલે કહ્યું કે જો સરકાર ઈચ્છે તો તેઓ આ પ્લાન્ટ દ્વારા કુંજપુરા ગામના તમામ પરિવારોને વીજળી પણ આપી શકે છે સાથે સાથે 2000 ઘરોમાં રાંધણ ગેસ પહોંચાડી શકે છે.

તેમની જેમ જ મુંબઈમાં ઉમેશ સોની નામના આન્ત્રપ્રેન્યોરની રાવિનો ઇન્ડ્સ્ટ્રીઝ કાઉપેથી બ્રાન્ડ નામથી ગોબરમાંથી અનેક પ્રોડક્ટ બનાવીને બેંગકોક, રશિયા, યુક્રેન અને અમેરિકા સપ્લાય કરે છે. કાઉપેથીનો ગોબરનો સાબુ 13 દેશોમાં સપ્લાય થાય છે. દર વર્ષે 41 ટકાના ગ્રોથ સાથે આ સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. જેમાંથી એકલા કાઉપેથીનું ટર્નઓવર જ 2 કરોડ રુપિયા જેટલું છે. આ કંપની ગૌ-મુત્ર અને ગોબરના સાબુ ઉપરાંત કોસ્મેટિક પ્રોડક્ટ્સ, ટૂથપેસ્ટ, ક્રીમ, ફેસવોશનું પણ પ્રોડક્શન કરે છે. તેમણે કહ્યું કે પોતાના એક્સપોર્ટના જૂના બિઝનેસમાંથી રૂપિયા 10 લાખના રોકાણ સાથે એક મિત્ર સાથે મળીને તેમણે કાઉપેથીની શરુઆત કરી હતી. તેમણે ગાયના ગોબરથી બનેલા સાબુની પેટન્ટ પણ કરાવી લીધી છે.

અમૃત ફર્ટિલાઇઝર સ્ટાર્ટઅપના ફાઉન્ડર અમિત અગ્રવાલે કહ્યું કે, ગોબર ગેસ પ્લાન્ટ નાખવાનો આઈડિયા મને પીએમ મોદીની ગોબર-ધન યોજનાથી મળ્યો હતો. કેન્દ્ર સરકાર વર્ષ 2025 સુધીમાં આખા દેશમાં કુલ 5000 બાયોગેસ પ્લાન્ટ લગાવવા માગે છે. લોકો દૂધને સફેદ સોનુ અને છાણને લીલું સોનુ માને છે. મેં અને મારા ભાઈએ સાથે મળીને છાણમાંથી ખાતર બનાવવાનું નક્કી કર્યું, આ ખાતર વાપર્યા બાદ શેરડીનું ઉત્પાદન દોઢ ગણું વધી ગયું.સ્ટાર્ટઅપનું વર્ષનું ટર્નઓવર 5 કરોડ રૂપિયા છે. એ પછી આ કંપની ઈલેક્ટ્રીસીટીનું પ્રોડક્શન કરવા લાગી. હાલ આ પ્લાન્ટમાં રોજ 40 ટન સોલિડ વેસ્ટ છાણ અને એગ્રો વેસ્ટનો ઉપયોગ થાય છે. મોટાભાગના ખેડૂતો પણ આ સ્ટાર્ટઅપ સાથે જોડાઈ ગયા છે. એટલું જ નહીં પણ સમયાંતરે આઈઆઈટીના વિદ્યાર્થીઓ પણ અગ્રવાલ ભાઈઓના પ્લાન્ટની મુલાકાત લેવા આવે છે.

તેમની જેમ જ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલ ઝારોલામાં જયેશ પટેલ ગોબરમાંથી કુંડા, પ્લાયવુડ અને અગરબત્તી બનાવે છે. તેમની પ્રોડક્ટ ગુજરાતના માર્કેટમાં ભરપૂર વેચાઈ રહ્યા છે. જયેશ પાસે 15 જેટલી ગાય છે. જેના 1 કિલો ગોબરમાંથી તેમને 10 રુપિયા મળે છે. રોજના તેઓ 14-15 કિલો ગોબર વેચે છે. ગોબરમાંથી જૈવિક ખાતર બનાવીને તેને ઊંચી કિંમતે વેચે છે જેનાથી ઘણો નફો મળે છે. તેમજ તેમની ગોબરમાંથી તૈયાર કવરામાં આવેલ અગરબત્તિ અને ઈકો ફ્રેન્ડલી કુંડાની પણ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post