September 21, 2021

મગફળી, બિસ્કિટ અને માસમાંથી નીકળવા લાગી ચલણી નોટ, નહિ જોઈ હોય આવી તસ્કરી

Share post

તસ્કરી કરવા માટે સુરક્ષા એજન્સીઓથી બચવા માટે તસ્કરો વિવિધ પ્રકારના હથકંડા અપનાવે છે. પરંતુ ભારતમાં વિદેશી નોટોની તસ્કરી માટે એક તસ્કરે જે રીત અપનાવી તે તમે ક્યારેય વિચારી પણ નહીં શકો.

દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં રહેલા જવાનોએ શકના આધારે એક વ્યક્તિને પકડ્યો અને તેની તલાશી લીધી. સુરક્ષાકર્મીઓને તે વ્યક્તિ પાસેથી મગફળી, બિસ્કીટ જેવી ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળી. પરંતુ જ્યારે તે મગફળી અને બિસ્કીટના પેકેટની ચીવટ પૂર્વક તપાસ કરવામાં આવી તો બધાની આંખો પહોળી થઈ ગઈ.

એરપોર્ટના ચેકીંગ એરિયામાં મુરાદ આલમ નામના વ્યક્તિની સંદિગ્ધ હરકતો જોયા બાદ સર્વેલન્સ ટીમે તેને પકડ્યો. મુરાદ આલમ એર ઇન્ડિયાની ફ્લાઇટથી દૂબઇ ભાગવાના ચક્કરમાં હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો તેના બેગમાંથી આખી મગફળી, બિસ્કિટ અને ખાવાનો સામાન મળ્યો. જ્યારે આ સામાનની ગહનતા પૂર્વક તપાસ કરવામાં આવી તો તેની અંદરથી મોટી માત્રામાં વિદેશી મુદ્રા મળી.

તસ્કર મુરાદ આલમ વિદેશી મુદ્રાને એજન્સીઓથી સંતાડી દુબઇ જવા માગતો હતો. મગફળીના ખોખામાં અંદર મગફળી ની જગ્યાએ વિદેશી નોટ હતી. તેમજ બિસ્કીટ ના પેકેટ અંદર પણ વિદેશી મુદ્રાઓ મળી.

એટલું જ નહીં પકવેલા માંસ વચ્ચે પણ તસ્કરે વિદેશી નોટો સંતાડી રાખી હતી. સુરક્ષા એજન્સીઓના અનુસાર તસ્કર પાસેથી જે વિદેશી મુદ્રાઓ જપ્ત કરવામાં આવી હતી તેનું ભારતીય મૂલ્ય લગભગ ૪૫ લાખ રૂપિયા છે જે સંતાડીને વિદેશ લઇ જવા માંગતો હતો.

જે વિદેશી નોટો આરોપી પાસેથી મળી આવી હતી તે સાઉદી અરબ, કતાર, કુવેત અને ઓમાનની ચલણી નોટો હતી. તપાસ એજન્સીઓ મુજબ તસ્કરી નો આ ખૂબ અલગ અને નવી રીત તસ્કરે અપનાવી હતી પરંતુ એરપોર્ટ પર લાગેલા એક્સ રે મશીન માં સ્કેન માં કંઈક ગડબડ દેખાઈ અને તેમને શોખ થયો અને ઝડતી લીધા બાદ તેની પોલ ખૂલી ગઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post