September 17, 2021

ખેડૂતોને આપવા માટે પૈસા નથી, ટ્રંપના સ્વાગતમાં સરકાર કરશે કરોડો રૂપિયાનો ધુમાડો

Share post

ગુજરાતના અમદાવાદમાં દુનિયાના સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર થઇ ચૂક્યું છે.આ મહિને ભારતમાં આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના સ્વાગત માં માં ‘કેમ છો ટ્રંપ’ કાર્યક્રમ થશે. આ કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે.જ્યારે સરકાર પાસે ખેડૂતોનું દેવું માફ કરવાના પૈસા નથી તો બીજી બાજુ આવા કરોડો રૂપિયા ખર્ચ કરવાના પૈસા છે. ટ્રંપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને નવનિર્મિત સરદાર પટેલ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ નું ઉદઘાટન કરશે.

‘ કેમ છો ટ્રમ્પ ‘ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ને કડક સુરક્ષા ના ઘેરામાં લેવામાં આવ્યું છે.મોટેરા વિસ્તારમાં ૬૩ હજાર એકર જમીન પર બનેલા આ સ્ટેડિયમને બનાવવામાં 700 કરોડ રૂપિયા વપરાયા છે.

સૌથી મોટી વાત તો એ છે કે આ સ્ટેડિયમમાં એક સાથે 1 લાખ 10 હજાર લોકો બેસી ક્રિકેટનો આનંદ માણી શકશે. આ સ્ટેડિયમ ના ઉદ્ઘાટન થયા બાદ વિશ્વ ક્રિકેટની અમદાવાદ તરફથી એક નવું નજરાણું મળશે.

જણાવી દઈએ કે આ સૌથી મોટું સ્ટેડિયમ શહેરના મોટેરા વિસ્તારમાં તૈયાર થયું છે, જેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.1,10,000 દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ થી પણ મોટું છે.

આ સ્ટેડિયમમાં 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલમ્પિક સાઈઝ નો સ્વિમિંગપુલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવવામાં આવી છે.

સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવું છે કે જ્યારે કોઇ ખેલાડી બાઉન્ડ્રી મારશે તો સ્ટેડિયમના કોઈપણ ખૂણે બેઠેલા ક્રિકેટ પ્રેમી તેને જોઈ શકશે. કાર અને સ્કૂટરની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 4,000 કાર અને 10,000 દ્વિચક્રીય વાહનોના પાર્કિંગની વ્યવસ્થા છે.

આ ઉપરાંત 75 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ વાર કોઇ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવેલ છે. સ્ટેડિયમ પાસે મેટ્રો લાઇન પણ લાવવામાં આવી છે. સ્ટેડિયમમાંથી પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

જણાવી દઈએ કે હાલમાં પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પદ ઉપર હતા તે સમયે મોઢેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર કરવાનું સપનું જોયું હતું. આને મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post