September 23, 2021

કેજરીવાલે ચુંટણી જીતવા માટે કોઈ પૈસા નહિ પણ ભાજપ-કોંગ્રેસે કરેલી આ ભૂલોનો ઉપયોગ કર્યો હતો. જાણો વિગતે

Share post

દિલ્હી ચૂંટણી પરિણામો ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે તો, બીજેપીને ફક્ત 15 આસપાસ જ સીટો મળી રહી છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે પ્રચાર શરૂ કર્યો ત્યારે બીજેપી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, શું તમારી પાર્ટી પાસે સીએમ ફેસ છે. ચુંટણી પ્રચાર દરમિયાન પાર્ટીને TINA ફેક્ટરનો ખુબ સારો ઉપયોગ કર્યો. એટલે કે ધેર ઈઝ નો ઑલ્ટરનેટિવ (અર્થાત કોઇ વિકલ્પ નથી). આપે તેનું ચૂંટણી પ્રચારનું અભિયાન જ આખું આની આસપાસ રહ્યું. સાથે-સાથે વીતેલા પાંચ વર્ષોમાં કરેલ વિકાસ કાર્યો દરમિયાન લોકોને માહિતી આપી.

સીએમ ફેસ માટે આપના સવાલથી બીજેપી પાર્ટીની બધી જ જવાબદારી પ્રધાનમંત્રી મોદી પર આવી પડી છે. પાર્ટી પાસે માત્ર પ્રધાનમંત્રી મોદી જ એવા નેતા છે, જે વોટને પોતાની પાર્ટી તરફ આકર્ષિત કરી શકે છે. વીતેલા છ વર્ષોમાં ભાજપ ક્યારે પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતરી છે ત્યારે બે અલગ-અલગ પેટર્ન સામે આવી છે. લોકસભામાં બીજેપી પાર્ટીને મળેલા વોટ વિધાનસભામાં નથી મળ્યા. જો સામે વિપક્ષનો કોઇ વિશ્વાસુ ચહેરા વાળો સીએમ હોય તો તેનો ફાયદો વિપક્ષ લઈ લે છે.

દિલ્હીની ચૂંટણીમાં જ્યારે પ્રધાનમંત્રી મોદીએ પ્રચાર કર્યો ત્યારે આપે લોકો વચ્ચે એવો સંદેશ પહોંચાડ્યો કે આ રાષ્ટ્રીય ચૂંટણી નથી, રાજ્યની ચૂંટણી છે. એટલું જ નહીં વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી વખતે આપે કરેલ ભૂલો ફરીથી રીપિટ ન કરી. પ્રધાનમંત્રી મોદી પર સીધો અટેક ન કર્યો. ચુંટણી પ્રચારની શરૂઆતના ચરણમાં જ આમ આદમી પાર્ટીએ પ્રચારનો એજન્ડા સેટ કર્યો, તો બીજેપીને અધવચ્ચે જ રણનીતિ બદલવી પડી. બીજેપીએ શાહિનબાગ પર નિશાન સાધ્યું, બીજેપીએ ઘણા ભડકાઉ નારાઓનો પણ ઉપયોગ કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ વિકાસની વાતો કરી, તો બીજા નેતાઓએ જામિયા અને જેએનયૂમાં કેડર વોટોને ભેગા કરવા માટે પ્રચાર કર્યો. બીજેપી અને આપે અલગ-અલગ મુદ્દાઓ પર નેરેટિવ સેટ કરવામાં પણ બહુ મહેનત કરી. શાહિનબાગમાં થયેલ ગોળીકાંડમાં જ્યાં પોલીસે જણાવ્યું કે, કથિત રીતે કાર્યકર્તાઓનું કનેક્શન આપ સાથે છે તો, તને તેના પરિવારજનોનો વીડિયો શેર કરી શકો છો. એટલું જ નહીં ગિરિરાજ સિંહને પણ રિઠાલામાં એક જ્વેલરની દુકાનમાં કરેલ ખરીદીનું બિલ ટ્વિટ કરવું પડ્યું છે. એટલું જ નહીં મતદાનના દિવસે પણ બીજેપીએ આપ પર નિશાન સાધવામાં જરા પણ કસર છોડી નહોંતી. તો કોંગ્રેસ તો લગભગ ગાયબ જ લાગી. ગત ત્રણ ટર્મથી કોંગ્રેસ શીલા દીક્ષિતના નામ પર વોટ માંગી રહી હતી. આજના ડિઝિટલ યુગમાં ડિઝિટલ કેમ્પેન પણ અસરકારક રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post