September 23, 2021

જો ટ્રમ્પ ભારત આવી આ વ્યાપાર સાથે કરાર કરશે, તો 8 કરોડ લોકો રસ્તા પર આવી જશે?- જાણો વિગતે

Share post

થોડા દિવસોમાં જ અમરિકાનાં પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનાં પ્રવાસે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત પણ લેશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના ભારત પ્રવાસમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક કરારો પણ થઇ શકે છે. એક અહેવાલ મુજબ ભારતે અમેરિકા સાથે સંભવિત ટ્રેડ ડીલ માટે પોતાની ડેરી અને પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં રાહતની ઓફર આપી છે. જે હેઠળ અમેરિકા ભારતમાં ડેરી ઉત્પાદનો આયાત અને નિર્મિત કરશે તો ભારતીય પશુપાલકોને મોટો ફટકો પડવાની સંભાવના છે. હકીકતમાં ભારતને દૂધ ઉત્પાદનો માટે અન્ય કોઈ દેશ પર નિર્ભર રહેવાની જરૂર નથી. તેમ છતાં આ કરાર થઇ શકે છે. ભારત જાતે જ દૂધની નિકાસ કરી શકે તેટલો સક્ષમ દેશ છે.

ભારત માટે ગર્વની વાત છે કે ગુજરાત રાજ્યે જ સમગ્ર દેશને મોટી શ્વેતક્રાંતિની ભેટ આપી છે. આ ગુજરાતની ધરતી પર અમૂલ જેવી સમૃદ્ધ દુધની સંસ્થા આવેલી છે. અને આ દુધની દેરી હજુ સુધી સમગ્ર દેશમાં ટોચનું સ્થાન ધરાવી રહ્યું છે. ડૉ. કુરિયર અને ત્રિભુવનદાસ પટેલ દ્વારા અમૂલની રચના થયા બાદ NDDBના માધ્યમ થકી આપણે ઑપરેશન ફ્લડ કાર્યક્રમો કર્યો તેના કારણે આજે આપણે દૂધમાં સ્વાવલંબી અને આંશિક સરપ્લસ પણ બન્યા છીએ.આણંદમાં અમુલ, મહેસાણામાં દૂધસાગર ડેરી, પાલનપૂરમાં બનાસ ડેરી, હિંમતનગરમાં સાબર ડેરી અને સુરતમાં સુમુલ જેવી ડેરીઓ દૈનિક ધોરણે લાખો લીટર દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન કરે છે.

તેમ છતાં નવાઈની વાત એ છે કે જે ગુજરાત શ્વેતક્રાંતિનું જનક હતું તેજ ધરતી અમદાવાદમાં વિદેશી ડેરીઓ દૂધ અને દૂધ ઉત્પાદકો વેચવા માટે ગુજરાતના જ પુત્ર નરેન્દ્ર મોદી કરાર કરશે.વિશ્વના સૌથી મોટા દૂધ અને દૂધ પ્રોડકટ ઉત્પાદક દેશ, ભારતે દેશના ગ્રામીણ અને ખેતી-પશુપાલન પર નભતા લોકોના ઉદ્ધાર માટે પારંપરિક રીતે વિદેશથી દૂધ અને તેના ઉત્પાદનોના આયાત પર પ્રતિબંધ લાદેલ છે પરંતુ, હવે ભારતને GSP દરજ્જો પાછો મળે અથવા ભારતના વિશ્વ મહાસત્તા અમેરિકા સાથે સંબંધો સારા બને તે હેતુસર વડાપ્રધાન મોદી દેશના અને ખાસ કરીને શ્વેતક્રાંતિની ધરા ગુજરાત પર અમેરિકાને સામે ચાલીને ડેરી પ્રોડકટસનું ભારતમાં નિકાસ કરવાનું આમંત્રણ આપશે.

જો મોદી સરકાર ટ્રેડ ડીલ કરવા માટે દેશની ડેરી અને પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીને અમેરિકા માટે ખોલવાનો ફેંસલો કરે છે તો તેની અસર દેશનાં 8 કરોડ લોકોની આજીવિકા પર પડી શકે છે. હકીકતમાં ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે તેની સાથે 8 કરોડ લોકોની રોજગારી જોડાયેલ છે. જો મોદી સરકાર આ ક્ષેત્રમાં અમેરિકાને નિકાસ પર કોઈ રાહત આપશે તો તેની સીધી અસર ભારતીય દૂધ ઉત્પાદકો અને ડેરી બિઝનેસ પર થઇ શકે છે.

આ સંજોગોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો ભારત સરકાર અમેરિકા માટે પોતાના ડેરી અને પોલ્ટ્રી ક્ષેત્રના દરવાજા ખોલશે તો અમેરિકાની મોટી મોટી કંપનીઓ સામે આપણાં નાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો હરીફાઈમાં ઘણાં પાછળ ધકેલાઈ શકે છે. જોકે સરકાર હજુ પોતાનાં નિર્ણય પર વિચાર કરી રહી છે અને હજુ સુધી કંઈપણ પણ નક્કી થયું નથી. અહેવાલ અનુસાર મોદી સરકાર ભારતનાં ડેરી ઉદ્યોગમાં પ્રવેશ કરવા માટે અમેરિકાને 5 ટકા ટેરિફ અને ક્વોટા ઓફર કર્યો છે. આ સાથે જ સરકારી સૂત્રોનાં જણાવ્યાં અનુસાર અમેરીકાને ડેરી પ્રોડક્ટનાં આયાતની પણ મંજરી આપવામાં આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post