September 22, 2021

બટાટાની ખેતી કરી કરોડોપતિ બની ગયો છે આ ગુજરાતી પરિવાર- એક જ વારમાં કરી 25 કરોડની કમાણી

Share post

ઘણા સમયથી ખેડૂતો પોતાની આવડત અને મહેનતથી લાખો-કરોડો રૂપિયા બનાવી લેતા હોય છે આવી ખબરો તમે સાંભળતા હશો. આ સમયમાં ખેડૂતોની હાલત કેવી દુર્બળ અને કાઢીનતા ભરી છે તે તમે જાણતા હશો. પણ આવા સમયમાં પણ ખેડૂત તેની આવડત અને મહેનત શક્તિથી ખેતી કરી ઘણી કમાણી કરી લેતા હોય છે, તેવો એક બનાવ સામે આવ્યો છે.

ગુજરાતમાં 10 વ્યક્તિઓનો એક પરિવાર કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. તમને નવાઈ લાગશે કે આવી તો કઈ ખેતી છે કે જેમાં કરોડોની કમાણી થઇ શકે ? પણ હા મિત્રો આ પરિવાર સામન્ય બટેકાની ખેતી વડે કરોડોની કમાણી કરી રહ્યો છે. વેફરમાં વપરાતા એલઆર બટાટાંની ખેતીમાં આ પરિવારના ખેતરમાંથી સરેરાશ 20 હજાર ટન ઉત્પાદન લઈને સરેરાશ 25 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અરવલ્લી જિલ્લાના દૌલપુર કંપા ગામડા આ જિતેશ પટેલ બટાટાંની ખેતીમાં અગ્રેસર છે. પોટેટો એન્કલવમાં મોદીએ ગુજરાતના ખેડૂતોના ભરપેટ વખાણ કર્યા છે. આજે દેશભરમાં ગુજરાત એ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં નંબરવન છે. ચિપ્સ અને વેફર્સ બનાવતી કંપનીઓએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ફરજિયાત કોન્ટ્રાક્ટ ફાર્મિગથી ખેતી કરાવવી પડે છે.

અરવલ્લી જિલ્લાનું એક ગામ જે બટાટાંની ખેતીમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોખરે છે. આ આખુ ગામ રવી સિઝનમાં માત્ર બટાટાંની ખેતી કરે છે એ પણ ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિગ કરીને. કૃષિમાં અભ્યાસ કરનાર જિતેશ પટેલ હાલમાં બટાટાંની ખેતીમાં અનવના પ્રયોગો કરી રહ્યાં છે. એલઆર જાતના બટાટાંએ પરિવારની કિસ્મત બદલી નાખી છે.

બટાટાંની એલઆર જાત એ ચિપ્સ અને વેફર્સ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. જિતેશે બાલાજી અને આઈટીસી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિગ કરેલું છે. જિતેશ પટેલનો પરિવાર છેલ્લાં 26 વર્ષથી બટાટાંની ખેતી સાથે સંકળાયેલો છે. જિતેશે એલઆરની વાવણી 2007માં શરૂ કરી હતી. એ સમયે તેઓ ફક્ત 10 એકરમાં જ ખેતી કરતા હતા. ત્યારબાદ સમગ્ર પરિવારે એક સાથે મળીને ખેતીની શરૂઆત કરી હતી.

એલઆર બટાટાંની માગ ધીમેધીમે વધી રહી છે. આ વર્ષે એક લાખ ટન બટાટાં ઇન્ડોનેશિયા, કુવૈત, ઓમાન અને સાઉદી અરબ મોકલાયા છે. જિતેશ પટેલના પરિવારના અલગ અલગ વ્યક્તિઓ એકસ્પર્ટ છે. જેમાં કોઈ બ્રિડીંગ, માઈક્રોબાયોલોજી તો કોઈ પેથોલોજીના એક્સપર્ટ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post