September 26, 2021

દિલ્હીના પરિણામથી ગુજરાતને થયો મોટો ફાયદો- દરેક લોકોને મળશે આ મોટી ભેટ- જાણો વિગતે

Share post

અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. શીલા દીક્ષિત બાદ આ પ્રથમ વખત હશે, જ્યારે દિલ્હીમાં કોઈ સતત ત્રીજી વખત શપથ લેશે. ભાજપે જ્યારે 2019ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચેહરા પર જ લડી અને તેને 303 સીટ મળી તો આમ આદમી પાર્ટીએ આમાંથી પાઠ શીખ્યો. જે રીતે ભાજપે પ્રચાર કર્યો હતો કે મોદી સિવાય દેશમાં કોઈ વિકલ્પ નથી, તે જ રીતે આપે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એવો પ્રચાર કર્યો કે કેજરીવાલ સિવાય કોઈ વિકલ્પ નથી. તેને ટીના એટલે કે ધેર ઈઝ નો અલ્ટરનેટિવ(TINA) ફેકટર કહે છે. આપનો પ્રચાર આ બાબત પર જ કેન્દ્રિત રહ્યો.

આમ આદમી પાર્ટી દિલ્હીમાં ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. AAPની ઓફિસની બહાર ભીડનો જમાવડો થયો છે. જેમાં મીડિયાની સંખ્યા સૌથી વધારે છે. કાર્યકર્તા જીતની ઉજવણી કરી રહ્યા છે. વાદળી અને સફેદ ફુગ્ગા ઘણા દુરથી જોવા મળતા હતા. શરૂઆતમાં ‘અચ્છે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’નારા વાળા પોસ્ટર હતા. જેમ જેમ રૂઝાનોની તસવીર સ્પષ્ટ થઈ તો સવારે લગભગ 11 વાગ્યે ‘દિલ્હી કે બાદ દેશ નિર્માણ’ના પોસ્ટર પણ જોવા મળ્યા હતા.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળશે તેવાં સ્પષ્ટ આંકડા રૂઝાનમાં જોવા મળી રહ્યા છે. આ વખતે ભાજપનો વોટ શેર ભલે વધ્યો હોય પણ ભાજપ સત્તાથી દૂર જ રહેશે. તેવામાં દિલ્હીના ઈલેક્શન રિઝલ્ટની સારી અસર ગુજરાતીઓને થશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને આજે બેઠક મળી હતી. જેમાં દિલ્હીના પરિણામોને જોતાં બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની લ્હાણી થઈ શકે છે.

દિલ્હી ચૂંટણી માટે સીએમ રૂપાણી સહિત ગુજરાતનાં અનેક નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. પણ ચૂંટણી પરિણામોમાં ભાજપને તેનો કોઈ ફાયદો થયો હોવાનું જણાતું નથી. અમિત શાહ, પીએમ મોદીની ધુંઆધાર રેલીઓ છતાં પણ કેજરીવાલની ખુરશી ડગમગાવી શક્યા ન હતા. તેવામાં આજે સીએમ રૂપાણીના નિવાસસ્થાને મહત્વપુર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો હાજર રહ્યા હતા. બેઠકમાં દિલ્હીનાં પરિણામો અને રૂઝાન અંગે ચર્ચા થઈ હતી. તો આગામી સમયમાં ગુજરાતમાં બજેટ રજૂ થનાર છે. ત્યારે બેઠકમાં બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આજના દિલ્હીના પરિણામોની અસર બજેટ ઉપર પણ થશે તેવી ચર્ચા છે. શક્યતા છે કે ગુજરાતના બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓની ભરમાર હોય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતનાં સીનિયર મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post