September 21, 2021

શું તમારા મોબાઈલમાં છે આ કંપનીનું કાર્ડ? આ બે કાર્ડ સિવાય તમામ સીમ બંધ થવાની તૈયારીમાં

Share post

પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી હવે ટેલિકોમ વિભાગના આદેશ બાદ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં વોડાફોન આઈડિયા સહિત અનેક ટેલિકોમ કંપનીઓ બંધ થઈ જશે અને રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ એમ માત્ર બે જ કંપનીઓ રહી જશે એવું ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે. ભારતમાં એકે પછી એક ઘણી ટેલીકોમ કંપની ઓ બંધ થઈ રહી છે.

તેમાં પણ ટેલિકોમ ક્ષેત્રમાં જિયોના લોન્ચ થયા બાદ માર્કેટમાં ટકી રહેવા માટે વોડાફોન અને આઈડિયાએ જોડાણ કરવું પડયું હતું. હવે એજીઆરની ચૂકવણી મુદ્દે વોડાફોનની સ્થિતિ ખૂબ જ નબળી દેખાઈ રહી  છે. વોડાફોન આઈડિયાએ એજીઆર પેટે સરકારને રૂ. 53,000 કરોડ ચૂકવવાના છે, જેમાં રૂ. 24,729 કરોડ સ્પેક્ટ્રમ ફી અને લાઈસન્સ ફી સહિત અન્ય સ્વરૂપે રૂ. 28,309 કરોડનો સમાવેશ થાય છે.

વોડાફોન આઈડિયાએ ગુરૂવારે જ એજીઆરની ચૂકવણી કરી શકે તેમ નથી એવું કેહવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે વોડાફોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીક રીડે જણાવ્યું હતું કે ભારતમાં સુપ્રીમ કોર્ટના એજીઆરના નિર્દેશોના પગલે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કંપનીએ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રૂ. 50,922 કરોડનું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં વોડાફોને ભારતમાં તેની કામગીરી બંધ કરવી પડે તેમ બની શકે છે. આમ થશે તો ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં માત્ર રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ બે જ મોટી કંપનીઓ રહેશે.

એરટેલની રૂ. 10,000 કરોડ ચૂકવવા તૈયારી બતાવી

ટેલિકોમ વિભાગની શુક્રવારની નોટિસના જવાબમાં ભારતી એરટેલે 20મી ફેબુ્આરીમાં રૂ.10,000 કરોડ અને બાકીની રકમ 17મી માર્ચ પહેલાં ચૂકવવાની તૈયારી દર્શાવી છે. એરટેલે લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશના ચાર્જ સહિત સરકારને રૂ. 35,586 કરોડ ચૂકવવાના બાકી નીકળે છે.

વોડાફોને કંપની બંધ કરવા ચિમકી

કેન્દ્રની નોટિસના જવાબમાં વોડાફોને કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગયા મહિને સ્પષ્ટ કહ્યું હતું કે કંપનીને એજીઆરની રૂ. 53,000 કરોડથી વધુની ચૂકવણીમાં સુપ્રીમ કોર્ટ અને સરકાર તરફથી કોઈ રાહત નહીં અપાય અને તેને આ રકમ ચૂકવવા ફરજ પાડવામાં આવશે તો તેમની પાસે કંપની બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

સુપ્રીમ કોર્ટમાં ટેલિકોમ કંપનીઓની અરજીઓ સતત ફગાવાઈ

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 15 જાન્યુઆરીએ ટેલિકોમ કંપનીઓને એજીઆર મુદ્દે ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા સહિત અન્ય કંપીઓની એજીઆરની ચૂકવણી મુદ્દે પુન: સમિક્ષા અરજી નકારી કાઢતાં કહ્યું હતું કે તેને અરજીઓ પર ફરીથી વિચાર કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી મળતું. આ સાથે કોર્ટે ટેલિકોમ કંપનીઓને 23મી જાન્યુઆરી સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. પરંતુ કંપનીઓએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે વિવાદ શું હતો?

કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગનું માનવું છે કે ટર્મિનેશન ફી ઉપરાંત ટેલિકોમ કંપનીઓને મળનારી તમામ આવક, રોમિંગ ફી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)નો ભાગ છે. બીજી તરફ ટેલિકોમ કંપનીઓએ દલીલ છે કે નોન ટેલિકોમ આવક જેવી કે ભાડું, ઈન્ટરનેટ આવક, નફો વગેરેને એજીઆરમાં સામેલ ન કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે 2006માં ટેલિકોમ સેટલમેન્ટ એન્ડ એપ્પેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)એ ટેલિકોમ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપ્યા હતો. ત્યારબાદ ટેલિકોમ વિભાગે ટીડીએસએટીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમે સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચેના 14 વરસ જૂના કાયદાકીય સંઘર્ષમાં સરકારની બાજુ ચુકાદો આપ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post