September 22, 2021

અહિયાં ઓફિસોમાં કામ કરતા લોકોને કંટાળો ન આવે, એટલે સુંદર છોકરીઓ રાખવામાં આવે છે.

Share post

ખરેખર ઘણા લોકો એવા હોય છે જેને કામ કરતી વખતે ખુબ કંટાળો આવે છે અને બરાબર કામ કરી શકતા નથી. એટલે આ કંપનીના માલિકે એવી યુક્તિ વાપરી છે જેને જાણી તમે ચોંકી જશો. ચીનના ટેક્નોલોજી માર્કેટમાં મહિલાઓની શોધ રહે છે, જેનો ટેક્નોલોજી કે આઈટી સેક્ટર સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. જોકે આ ભરતીના પણ કેટલાક માપદંડ છે.

આ પ્રકારની જગ્યા માટે યુવતીએ આકર્ષક હોવું જરૂરી છે. એટલે યુવતીઓ ખાસ સારી દેખાવા માટે તૈયાર થઈને આવે છે. નોકરી દરમિયાન તે જાણતી હોવી જોઈએ કે તે કેવી રીતે ‘પ્રોગ્રામર’ને આકર્ષિત કરી શકાય, ચીનમાં માન્યતા છે કે, જોબના વર્કલોડથી તેનું સામાજિક જીવન તબાહ થઈ ચૂક્યું છે, જેથી આવા પ્રોગ્રામરને આ યુવતીઓ મસાજથી રાહત આપી શકે. ચીનમાં શેન જેવી મહિલાઓને ‘પ્રોગ્રામર મોટિવેટર’ કહેવામાં આવે છે. તેનું કામ કેટલેક અંશે મનોવૈજ્ઞાનિક જેવું તો કેટલુંક ચિયરલીડર્સ જેવું છે. આવી યુવતીઓને એટલા માટે હાયર કરવામાં આવી રહી છે કે જેથી તે ‘પ્રોગ્રામર’ સાથે હળવી ચેટ કરે અને તેમના તણાવને દૂર કરી શકે.

બીજિંગ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનારી 25 વર્ષીય શેન કહે છે કે, ‘વાસ્તવમાં કંપનીને એવી વ્યક્તિની જરૂર હોય છે, જે સમયાંતરે તેમની સાથે વાત કરે અને તેમના માટે કેટલીક એક્ટિવિટીઝનો બંદોબસ્ત કરી શકે, જેથી તણાવ અને પ્રેસર ઓછું થાય.’

ચીનમાં મહિલાઓએ વર્કપ્લેસ પર સારી છાપ છોડી છે અને ઘણી આગળ વધી છે. દુનિયામાં સૌથી વધુ સેલ્ફ-મેડ મહિલા અબજપતિ ચીનમાં જ છે. તમામ સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ સિનિયર રોલમાં છે. તેમ છતાં અહીંની ઇકોસિસ્ટમ અમેરિકા અને અન્ય વિકસિત દેશોથી અલગ છે. હવે આવા સમયમાં જ્યારે અમેરિકા અને બીજા દેશોમાં #MeToo જેવા અભિયાન ચાલી રહ્યાં છે, ચીનમાં લૈંગિક સમાનતા અને પક્ષપાત સંબંધિત મુદ્દાઓ પર કદાચ જ ક્યારેક વિસ્તારથી ચર્ચા થતી હશે.

લૈંગિક ભેદભાવ અંગે દેશમાં કાયદાને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો નથી. ઘણી કંપનીઓ જોબ માટે આપવામાં આવતી જાહેરાતમાં સ્પષ્ટ કહે છે કે, પુરુષોની પ્રાથમિકતા આપવામાં આવશે. માત્ર દેખાવમાં આકર્ષક મહિલાઓની અરજી પર જ વિચાર કરવામાં આવે છે. હવે પ્રોગ્રામર મોટિવેટર્સ તરીકે મહિલાઓની ભરતી પર તેમને પુરુષોની આસિસ્ટન્ટ તરીકે જોવામાં આવી રહી છે.

અલીબાબાએ 2015માં પ્રોગ્રામર મોટિવેટર માટે જાહેરાત આપી હતી, જેમાં ‘ગુડ લુકિંગ’ની શરત રાખવામાં આવી હતી. જોકે ચાઇનીઝ એન્ટરટેનમેન્ટ યુઝર્સની તીખી પ્રતિક્રિયા બાદ કંપનીએ આ એડને ડિલિટ કરી દીધી હતી. શેને ઓક્ટોબરમાં એક કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તેણે તેને સેલેરીની જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે ભરતી કરનારા એચઆર એક્ઝિક્યુટિવ ઝાંગ જિંગ કહે છે કે, શેનની સેલેરી 950 ડોલર (લગભગ 63 હજાર રૂપિયા)ની આસપાસ છે.

શેનના વાળ લાંબા અને સુંદર છે અને ચહેરો આકર્ષક છે. તે ઓફિસમાં રેડ આઈ શેડો લગાવીને આવે છે અને દરેક સમયે સ્મિત આપતી રહે છે. તેના કલીગ્સ તેના નિકનેમ યુયુ કહીને બોલાવે છે, જેનો અર્થ થાય છે ‘ખુશી’.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post