September 21, 2021

કોરોનાવાયરસથી પીડિત 20000 લોકોના મૃતદેહ સળગાવી નાખ્યા!

Share post

ચીનમાં કોરોનાવાયરસથી દરેક સ્થળે અફરા તફરીનો માહોલ છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી માત્ર ચીનમાં જ એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. સોમવારે ચીનમાં એક જ દિવસમાં 108 લોકોના કોરોનાવાયરસના કારણે મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનએ ભલે હજુ સુધી માત્ર 1,100 લોકોના મોતની જાણકારી દુનિયાને આપી છે પરંતુ આ આંકડો અનેકગણો વધારે હોઈ શકે છે.  દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો 43,098 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 1,018 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાં માત્ર ચીનમાં 40,171 છે. જ્યારે ચીનમાં જ અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે જેમાં ચીનની સામ્યવાદી સરકારનો બિહામણો ચહેરો સામે આવ્યો છે. એક અહેવાલથી દુનિયાભરમાં સનસનાટી મચી જવા પામી છે.

દરેક બાજુ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ

વુહાન ચીનનું એ શહેર છે જ્યાં કોરોનાવાયરસથી સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે. જ્યાં સૌથી વધારે કોરોના વાયરસની અસર છે તેવા વુહાન શહેરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં શહેરની ઉપર આગના ગોલા જેવુ કંઈક દેખાઈ રહ્યું છે. આ આગનો ગોળો દર્શાવે છે કે, ત્યાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. બ્રિટનની વેબસાઇટ ડેઇલી મેલ મુજબ, સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યું છે કે વુહાનનના આકાશમાં સલ્ફર ડાયોક્સાઇડની માત્રા 1350 માઇક્રોગ્રામ/ક્યૂબિક મીટર (µg/m3) છે. બ્રિટનમાં તો 500 µg/m3ના લેવલને ખૂબ ખતરનાક માનવામાં આવે છે. ચીનના બીજા શહેર બીજિંગ અને શંઘાઈમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ ખતરનાક સ્તરે છે.

શું છે કારણ?

આટલી મોટી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ બે કારણથી હોઈ શકે છે. શક્ય છે કે ત્યાં ભારે માત્રામાં મેડિકલ વેસ્ટને સળગાવી દેવામાં આવ્યા છે કે પછી ત્યાં માનવના શબ સળગાવી રહ્યા હોય. શબોને સળગાવવા દરમિયાન ભારે માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ નીકળે છે. એવામાં એક અનુમાન મુજબ માત્ર વુહાન શહેરમાં 10 હજારથી વધુ લોકોના શબ સળગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોરોનાવાયરસના કારણે વુહાન શહેરને સમગ્રપણે લૉક ડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં લગભગ 10 લાખ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જાહેર છે કે માનવ મૃતદેહોને સળગાવવામાં આવે તો મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ પેદા થાય છે. આ બાબત એટલા માટે પણ વિચિત્ર છે કારણ કે ચીનમાં મૃતદેહો સળગાવવાની પરંપરા નથી. વુહાનમાં સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર 1700 યૂજી/ક્યૂબિક મીટર છે, જે ખતરાના સ્તરથી 21 ઘણું વધારે છે. 80 યૂજી/ક્યૂબિક મીટર ખતરનાક માનવામાં આવે છે. કંઈક એવી જ તસવીએર ચોંગક્વિંગની પણ છે. ત્યાં પણ મહામારી મોટા પાયે ફેલાયેલી છે. તે વુહાનથી 900 કિમી દૂર છે.

પર્યાવરણ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, વધારે સલ્ફર ડાયોક્સાઈડ ગેસ નિકળવાનો અર્થ એ છે કે, લગભગ 14 હજાર મૃતદેહો સળગાવવામાં આવ્યા હોઈ શકે છે. અમેરિકાના પબ્લિક હેલથ ડિપાર્ટમેંટના જણાવ્યા પ્રમાણે મૃતદેહોને સળગાવવાથી સલ્ફર ગેસ ઉપરાંત પેરા-ડાયોક્સાઈડ અને હાઈડ્રોક્લોરિક એસિડ જેવા કેમિકલ નિકળે છે. વુહાનમાં ગત સપ્તાહમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસનું પ્રમાણ હજી પણ 1350 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટર હતું. જે સામાન્યથી ક્યાંય વધારે છે. ડબ્ય્લુએચઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સલ્ફર ડાયોક્સાઈએડ ગેસ 80 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટરથી પણ ઓછુ હોવુ જોઈએ. લંડનની સ્કૂલ ઓફ હાઈજીન એંડ ટ્રોપિકલ મેડિસિને વુહાનમાં કોરોનાવાયરસ ફેલાવવાનું અધ્યયન કર્યું છે. જેના જણાવ્યા પ્રમાણે જો આ વાયરસ ફેલાવવાની ઝડપ યથાવત રહી તો ફેબ્રુઆરી પુરો થતા થતા શહેરના 5 ટકા વસ્તી એટલે કે 5 લાખથી વડારે લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનશે.

મોતના આંકડાના અલગ-અલગ દાવા

થોડા દિવસ પહેલા તાઇનવલની મીડિયાએ ચીનના જીવલેણ કોરોનાવાયરસને લઈ મોટો ખુલાસો કર્યો હતો. ચીનની બીજી સૌથી મોટી કંપની ટેનસેન્ટનો એક ડેટા લીક થયો, જેમાં કોરોનાવાયરસથી મોતનો જે આંકડો આપવામાં આવ્યો હતો તે ઘણો ચોંકાવનારો હતો. ટેનસેન્ટ મુજબ કોરોનાવાયરસથી અત્યાર સુધી 24 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે ચીને આ આંકડો માત્ર 1,100 જણાવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post