September 26, 2021

જાહેરમાં મહિલા ધારસભ્ય અને IPS વચ્ચે થઇ બબાલ- જાણો વિગતે

Share post

છત્તીસગઢમાં કસટોલમાં બે મહિલાઓ વચ્ચે બરાબરની જામી હતી. મહિલા IPS અધિકારી વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય સાથે ઝગડી પડ્યા હતા અને મહિલા ધારાસભ્યે પોલીસને તેની ઔકાત બતાવી દેવાની ધમકી આપી હતી. તેમની વચ્ચેની બબાલ એટલી હદે વધી ગઇ હતી કે મહિલા ધારાસભ્ય શંકુતલા સાહુએ ISA પોલીસ અધિકારી અંકિતા શર્માને મોટા અવાજે ધમકી આપી હતી. તેમની વચ્ચેનો વિડીયો વાયરલ થતાં ખૂબ ચર્ચામાં આવ્યો હતો.

બલૌદા બજારમાં ફરજ પર મૂકાયેલી ISA પોલીસ અધિકારી અંકિતા શર્મા અને કસડોલની કોંગ્રેસની ધારાસભ્ય શકુંતલા શર્મા જોરજોરથી એકબીજા પર બુમો પાડતા દેખાયા હતા. તેમને વચ્ચેની ચડસાચડસી એટલી હદે પહોંચી ગઇ હતી કે શકુંતલા શર્માએ તો અંકિતાને જોઇ લેવાની અને પોતાની ઔકાતમાં રહેવાની પણ ધમકી આપી દીધી હતી. વાસ્તવમાં એક સીમેન્ટની ફેકટરીમાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક ધારાસભ્ય હોવાના નાતે શકુંતલા ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ પર ગુસ્સે થયા હતા.

મામલો એ વખતે બિચકી ગયો જ્યારે વળતર આપવા માટે ચર્ચી અને સામસામે દલીલો ચાલુ થઇ ગઈ હતી. પ્રશાસને મધ્યસ્થી કરતાં અંતે મૃતકનાં પરિવારજનો વળતર લેવા તૈયાર થઇ ગયા હતા, પરંતુ ધારાસભ્ય શકુંતલાને આ વાત ગમી ન હતી. તેમણે મૃતદેહને લઇ જઇ અંતિમ સંસ્કાર કરવાની પણ બાંહેધરી આપી ત્યાંથી રવાના થઇ ગયા હતા. પરંતુ ધારાસભ્યનું પ્રદર્શન અને વિરોધ જારી રહ્યું હતું. સાંજ પડી જતાં તેને કન્ટ્રોલ કરવા અંકિતા શર્મા આવી પહોંચી હતી અને ત્યાં જ ધારાસભ્ય સાથે જીભાજોડી થઇ હતી. શર્માએ શાંતિપૂર્વક પ્રદર્શન કરવા કહેતા શકુંતલા ગુસ્સે ભરાઇ હતી.

ISA પોલીસ અધિકારી અંકિતા શર્માએ કોંગ્રેસના કાર્યકર્તાઓને શાંતિપૂર્વક ધરણા કરવા સલાહ આપતી ધારાસભ્ય શકુંતલા ગુસ્સે ભરાયા હતા અને બંને મહિલાઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ હતી. મામલો એટલો વણસી ગયો હતો કે ધારાસભ્ય શકુંતલાએ આઇપીએસ અંકિતાને ઔકાતમાં રહેવાની ધમકી સુદ્ધા આપી દીધી હતી. શકુંતલાએ અંકિતા શર્માને કહ્યું હતું કે “યોગ્ય રીતે અને શાંતિથી રહેજે, નહીંતર તારી ઔકાત બતાવી દઇશ”. આ સાંભળી અંકિતા શર્માએ પણ ધારાસભ્યને સામે જવાબ આપ્યો હતો કે તમે પણ હદમાં રહેજો અને મારી ઔકાતની વાત તમે ના કરતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post