September 26, 2021

અલ્પેશ ઠાકોર પોતાની જ સરકાર સામે થયો: જો 48 કલાકમાં ઉકેલ નહિ આવે તો…..

Share post

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે LRD પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકના સમય ગાળામાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે. જો આવું નહિ કરવામાં તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકાર સામે શસ્ત્ર ઉગામ્યું છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે LRD પરિપત્ર રદ નહીં કરાય આંદોલનની ચિમીકીની જાહેરાત કરી છે. જો કે આ અંગે કોંગ્રેસે પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આપી. દોશીએ કહ્યું છે કે રાજ્યના તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા બની ગયો છે. સરકાર જ અંદોલન કરાવી રહી છે. આંદોલનના નામે વર્ગ વિગ્રહ  સરકાર કરાવવા માંગે છે. સરકાર પ્રશ્નોને  ઉકેલવાના બદલે નાટક કરે છે. વર્તમાન સળગતા મુદાઓથી ધ્યાન ભટકાવવા સરકાર હિંસા કરાવી વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. આ સરકારનો જુનો એજન્ડા છે. ચુટણીના સમય આવે ત્યારે સરકાર પોતાના એજન્ડાઓને સફળ કરવા હથકંડા અપનાવે છે.

સરકાર અમારી વાત સાંભળી નથી રહી

ગાંધીનગરમાં એલઆરડી ભરતી મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં એસટી,એસસી અને ઓબીસીની મહિલાઓ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આંદોલન કરી રહેલી મહિલાઓની માંગણી છે કે, 2018ના પરિપત્રને રદ્દ કરવામાં આવે. અને વહેલી તકે નવા પરિપત્રને જાહેર કરવામાં આવે. અનામત વર્ગની મહિલાઓનું કહેવુ છે કે, સરકાર અમારી વાત સાંભળી નથી રહી. સરકાર વર્ગ વિગ્રહ કરાવવાની કોશિશ કરે છે. મહત્વપૂર્ણ છે કે, પરિપત્ર સુધારા માટે છેલ્લા 67 દિવસથી મહિલાઓ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન પર ઉતારી છે.

સીએમ નિવાસસ્થાને મળશે બેઠક

રાજ્યભરમાં ફરી એક વખત અનામત અને બિન અનામતના આટાપાટામાં સરકાર ફસાઈ ગઈ છે. બિન અનામત વર્ગ સાથે બેઠક થઈ છે પરંતુ કોઈ નીવડો આવ્યો નથી. તો બીજી તરફ બિન અનામત વર્ગની બેઠકમાં થયેલી ચર્ચા અંગે નીતિન પટેલ અને પ્રદીપ સિંહ સીએમ સાથે બેઠક કરવાના છે. આ બેઠક બપોરે 12 વાગ્યે મળશે. સીએમ ઘરે મળનારી આ બેઠકમાં બિન અનામત વર્ગની માગો વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે અનામત વર્ગ અને બિન અનામત વર્ગની મહિલાઓના ધરણાઓ યથાવત છે. અને સરકાર પણ બેઠક કરી છે. પરંતુ વિવાદની માથાકૂટ યથાવત છે.

એક મહિલાની તબિયત લથડી

ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની મહિલાઓના સતત ત્રીજા દિવસે પણ ધરણાં યથાવત છે.ત્યારે આજે એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાઓ ફરીવાર આજે સચિવાલય સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પહોંચી હતી. અને પોતાની માગ સાથે ધરણાં શરૂ કર્યા હતા. મહિલાઓની માંગ છે કે, સરકાર 1,578 કોલ લેટર આપી નોકરી આપે. અને સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post