September 17, 2021

ટ્રમ્પને રસ્તા પર કોઈ ઝૂંપડપટ્ટી ન દેખાય, એટલે ગુજરાત સરકાર બનાવી રહી છે મોટી-મોટી દીવાલો

Share post

“ભલે ગરીબી દુર ન થાય પણ આ ગરીબીને છુપાવી રાખો” આવી નીતિ સાથે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પહેલા પણ ચીનના પ્રધાનમંત્રી શી જિનપિંગની અમદાવાદ ખાતે મુલાકાત વખતે પણ ઝૂંપડપટ્ટીઓને પડદાથી ઢાંકી દેવામાં આવી હતી અને હવે આ વખતે જયારે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવતા હોય સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી તંત્રએ દિવાલ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત સમયે પ્રધાનમંત્રી મોદી સાથે તેઓ આ રસ્તા પર રોડ શો કરવાના છે ત્યારે રૂટ પર આવતી આ ઝૂંપડપટ્ટીને ફરી ઢાંકવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

બ્યૂટિફિકેશન ડ્રાઈવના ભાગરૂપે તંત્ર એરપોર્ટ અને મોટેરાના સ્ટેડિયમની આસપાસ ગાંધીનગર જતા રસ્તા પર અડધાથી વધુ કિલોમીટરની લાંબી અને છથી સાત ફીટ ઉંચી દિવાલ ઉભી કરી રહ્યું છે. સાથે-સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીએ જણાવતા કહ્યું કે, ‘સ્લમ વિસ્તારને કવર કરવા માટે અંદાજે 600 મીટર જેટલી દિવાલ બનાવવામાં આવી રહી છે. આની સાથે જ પ્લાન્ટેશન ડ્રાઈવ (વૃક્ષારોપણ) પણ ચલાવવામાં આવશે.’

અહીંયા વર્ષો જૂની આ દેવ સરન અથવા સરનિયાવાસ ઝૂંપડપટ્ટીમાં 500 જેટલા ઘર આવેલા છે જેમાં 2500થી વધુ લોકોની વસ્તી વસવાટ કરે છે. બ્યૂટિફિકેશન ડ્રાઈવના ભાગરૂપે મ્યૂનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટની સાથે જ આ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં પણ સંપૂર્ણપણે ઉગી ગયેલા ખજૂરના વૃક્ષો વાવશે.

જાપાનના પ્રધાનમંત્રીની મુલાકાત વખતે પણ થયું આવું જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે 2017માં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા ત્યારે પણ આવા જ પ્રકારે બ્યૂટિફિકેશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.

શિક્ષકોને હાજર રહેવાની સૂચના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મોટેરામાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાનાર છે. સૂત્રો મુજબ શિક્ષણ વિભાગને અમદાવાદ શહેર, ગ્રામ્ય અને જિલ્લા માંથી 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને કાર્યક્રમ વખતે હાજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે, આવી જ સૂચના ગુજરાત યૂનિવર્સિટી ઑથોરિટીને પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારના 1000 જેટલા સરકારી શિક્ષકોને પણ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમ વખતે હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post