September 21, 2021

હાર બાદ ફેરવી તોળ્યું, ભાજપના નેતાએ કહ્યું અમે કેજરીવાલને ‘આતંકવાદી’ ક્યારેય નથી કહ્યા

Share post

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ 62 સીટો જીતી દિલ્હીની સત્તા પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદની શપથ લેશે. તેની સાથે તમામ જૂના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. વાત કરવામાં આવે તો ચૂંટણીમાં કરવામાં આવેલ વિવાદિત નિવેદનોની તો દિલ્હીની ચૂંટણી ઘણા દશકો સુધી યાદ રાખવામાં આવશે. ક્યાંક શાહીબાગમાં કરંટ લગાવવાની વાત કરવામાં આવી, તો કોઈ જગ્યાએ ચૂંટણીને ભારત-પાકિસ્તાનની મેચ ગણાવવામાં આવી. ઘણા મંચ ઉપરથી તો દેશના ગદ્દારોને ગોળી મારવાના નારાઓ પણ ગુંજી ઉઠયા.તો ક્યાંક બીજેપીના દિગ્ગજ નેતાઓએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને “આતંકવાદી” ઘોષિત કરી નાખ્યા. વિવાદિત નિવેદનો આપવામાં નેતાઓના લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર નું પણ નામ છે.શુક્રવારના રોજ તેમણે માં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે તેમણે ક્યારેય પણ કેજરીવાલને આતંકવાદી નથી કહ્યા.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “મેં આવી વાત ક્યારેય નથી કરી. બીજીવાર દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઈ છે. “આ વિવાદની વાત કરીએ તો સૌથી પહેલા બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ એક જનસભા સંબોધતા કેજરીવાલને આતંકવાદી ઘોષિત કર્યા હતા. પ્રકાશ જાવડેકર ના નિવેદન ઉપર નજર નાખીએ તો તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવેશદ્વારમાં આ નિવેદનને આગળ વધારતાં આ જ વાતને દોહરાવી હતી.

એક વીડિયોમાં પ્રકાશ જાવડેકર પ્રેસ કોન્ફરન્સ કરતા દેખાઈ રહ્યા છે.તેમની સાથે જ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર પણ દેખાઇ રહ્યા છે. જાવડેકર કહી રહ્યા છે કે,” દિલ્હીની જનતાએ જે તેમની સાથે ઊભા છે તેનાથી જ મોં ફેરવી લીધું છે.તેની પાછળનું કારણ એ છે કે કેજરીવાલનો માસુમ ચહેરો કરી પૂછવામાં આવે કે શું આતંકવાદી છું. તેઓ જ પૂછી રહ્યા છે ને કે હું આતંકવાદી છું. તો આતંકવાદી છો તેના ઘણાં પુરાવાઓ છે. તમે પોતે જ કહ્યું હતું કે હું આરાજકવાદી છું. અરજકવાદી અને આતંકવાદી માં વધારે અંતર નથી હોતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post