September 21, 2021

ભરશિયાળે સૌરાષ્ટ્ર સહીત દિલ્હીમાં વરસાદી ઝાપટા: જાણો ગુજરાતમાં ક્યાં પડ્યો વરસાદ

Share post

ઠંડીના પ્રકોપ વચ્ચે 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત દેશભરમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામોમાંમાં આજે રાત્રે સામાન્ય વરસાદ નોધાયો હતો. આ ઉપરાંત દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાયો થયો છે. ઉત્તર ભારતમાં હજુ પણ ઘણી જગ્યાએ ઝાકળછાયું તેમજ ધુમ્મસનું વાતાવરણ છે. જેને કારણે હાલ 14 ટ્રેન મોડી ચાલી રહી છે, ટ્રેન મોડી ચાલી રહી હોવાના કારણે યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તેમને ભયંકર ઠંડીમાં કલાકોનો સમય સ્ટેશન પર વિતાવવો પડી રહ્યો છે.

એવામાં જો ગુજરાતના ગામડાઓમાં વરસાદ થશે તો ખેડૂતોને બેવડો માર પડશે. શિયાળામાં લેવામાં આવેલ રવિ પાકોને નુકશાન થશે. ઘઉં, જીરું, રાયડા સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે. ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતો ને પેહલા જ નુકશાન ગયું છે. એવામાં જો શિયાળામાં પણ વરસાદ થશે તો ખેડૂતોને બેવડો માર સહન કરવો પડશે.

ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે કારણકે કે પશ્ચિમી વિક્ષોભની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આજે અને આવતીકાલે પણ દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ,  હરિયાણા જેવા ઘણા અન્ય રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની સાથોસાથ પશ્ચિમી હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં વરસાદ કે હીમવર્ષા થઈ શકે છે.

રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના

29 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ઝડપી પવન અને ગાજ વીજ સાથે વરસાદ વરસી શકે છે, એટલું જ નહિ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ઝડપી પવન અને વરસાદ પડી શકે છે.

બદલતી મૌસમનો મિજાજ

ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરે કહ્યું કે દિલ્હી એનસીઆરમાં ઝડપી હવાના કારણે દેશની રાજધાની અને તેની આસપાસ પ્રદૂષણનું સ્તર ઘણી હદ સુધી ઘટ્યું છે, હલાવો વરસાદ થઈ શકે છે, આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાતાવરણમાં ફરીથી પલટો આવવાની સંભાવના છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post