September 21, 2021

પ્રધાનમંત્રી કિસાન ધન યોજના માટે નોંધણી થઈ શરૂ, જાણો વધારે.

Share post

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના ની નોંધણી નું કામ શુક્રવારે શરૂ કરી દેવામાં આવ્યું છે.સરકારે પોતાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમરે 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. ખેડૂત નું મૃત્યુ થવા પર તેમની પત્નીને 1500 રૂપિયા પેન્શન મળશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે યોજનાનો શુભારંભ કરતાં કહ્યું કે આજે પી એમ કે એમ વાય ની નોંધણીની પ્રક્રિયા દેશભરમાં શરૂ થઈ ચૂકી છે. શુક્રવારે બપોર સુધીમાં 418 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હું વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ યોજનામાં સામેલ થવા અનુરોધ કરું છું.તેમણે વધુમાં કહ્યું કે આ યોજના જમ્મુ કાશ્મીર અને લડાખ સહિત પૂરા દેશમાં લાગુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમય મળતાં જ આ યોજનાની ઔપચારિક શરૂઆત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે ખેડૂતોની આવક બે ગણી કરવી.

તેઓએ કહ્યું કે ખૂબ મહેનત કર્યા બાદ ખેડૂતોને પર્યાપ્ત કમાણી નથી. એટલા માટે તેમની કમાણીમાં વધારો કરવો જરૂરી છે. જે અમે આ યોજનાની શરૂઆત કરી.તેઓએ વધુમાં કહ્યું કે સરકાર પાંચ વર્ષમાં ખેડૂતોની આવક ને બે ગણી કરવાનું લક્ષ્ય ચાલી રહી છે.તો મારે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સાથે સતત સંપર્કમાં છે અને બધી મુખ્ય યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

૧૮ થી ૪૦ વર્ષની ઉંમર વાળા ખેડૂતો માટે આ એક શ્રેષ્ઠ યોગદાન આધારિત પેન્શન યોજના છે.આ યોજના ખાસ કરીને નાના ખેડૂતો માટે બનાવવામાં આવી છે તેથી જ તેમાં જમીન ની મર્યાદા છે.

યોજના માટે નામાંકન કરાવવા કોઈપણ પ્રકારનું શુલ્ક નથી.

તો મને જણાવ્યું કે ખેડૂતોને નામાંકન કરાવવું નિશુલ્ક રહેશે. તેમણે કહ્યું કે પ્રત્યેક નામાંકન માટે ૩૦ રૂ લાગે છે જેનો બોજ સરકાર ઉપાડશે. મંત્રીએ કહ્યું કે 60 વર્ષની ઉંમર સુધી ટેન્શન કોષમાં બીપી ખેડૂતો સામેલ થશે તે સમયે તેમની ઉંમર પ્રમાણે ૫૫ થી ૨૦૦ રૂપિયા સુધી માસિક આપવાના રહેશે.અઢાર વર્ષની ઉંમરમાં આ યોજનામાં સામેલ થનાર ખેડૂતો માટે ૫૫ રૂપિયા અને ૪૦ વર્ષની ઉંમરમાં આ યોજનામાં સામેલ થનાર ખેડૂતો માટે 200 રૂપિયા માસિક હપ્તો રહેશે. જેટલો હતો ખેડૂત મિત્રો ભરશે તેટલો હપ્તો સરકાર આપશે.

પાંચ વર્ષ બાદ યોજના માં થી બહાર નીકળી શકાશે.

લાભાર્થી વેચી ગ્રુપ થી પાંચ વર્ષો ના નિયમિત યોગદાન બાદ યોજના માં થી બહાર નીકળવા નું વિકલ્પ પસંદ કરી શકશે.બહાર નીકળવા ઉપર તેમના પુરા યોગદાનની રાશિ ને પેન્શન કોષ પ્રબંધક જીવન વીમા નિગમ ની તરફથી બચત બેંક ના દરો અનુસાર વ્યાજ સાથે પાછી આપવામાં આવશે.મંત્રીએ વધુ કહ્યું કે જે કિસાન યોજનાનો લાભાર્થી છે તેમની પાસે આ યોજના થી પ્રાપ્ત થનાર રાશિથી વીમા યોજના માટે પોતાનું યોગદાન આપશે.

નિયમિત યોગદાન હોવાની સ્થિતિમાં લાભાર્થીઓને નિર્ધારિત વ્યાજ સહિત બાકીની રાશિનું ચુકવણી કરી પોતાના યોગદાનને નિયમિત કરવાની અનુમતિ છે.મંત્રીએ કહ્યું કે એલ આઈ સી બેન્ક અને સરકાર તરફથી એક ફરિયાદ ઉકેલવા ની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેનાથી ખેડુતોને મુશ્કેલીઓનો હલ લાવી શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post