September 18, 2021

કોઈ સમયે 50 રૂપિયા પ્રતિ દિવસ ની મજૂરી કરતા હતા આજે ખેતીથી એક વર્ષનું ટર્નઓવર થયું 50 લાખ.

Share post

ઝારખંડ રાજ્ય ના રાંચી જિલ્લામાં આવેલા સદમા ગામના રહેવાસી ખેડૂત ગનસુ મહતો કહે છે કે કોઇ સમયે તેઓ મજૂરી કરતા હતા ત્યારે તેમને મજૂરી તરીકે પચાસ રૂપિયા દિવસના મળતા હતા. અને આજે તેઓ ૫૦ લાખનું વાર્ષિક ટર્નઓવર કરી રહ્યા છે.

કેવી રીતે થયો આ ચમત્કાર??

સન 1991ની વાત છે ત્રણ ભાઈઓમાં સૌથી મોટા 18 વર્ષીય ગંસુ એ પોતાના ગામ થી રોજ 25 કિલોમીટર સુધી સાયકલ ચલાવી મજુરી કરવા માટે રાંચી જવા લાગ્યા. તેઓથી હવે ઘરની પરિસ્થિતિ જોવાતી ન હતી. પિતા પાસે બાપદાદાની નવ એકર જમીન નથી. આ વિસ્તાર પથરાળ હતો જેથી જમીનમાં કંઇ ઉપજતું ન હતું.પારંપરિક ખેતીમાંથી જે થોડું ઘણું આવડતું હતું તે છ મહિના સુધી પાંચ પ્રાણીઓ નું પેટ ભરવા માટે પૂરતું હતું પરંતુ બાકીના છ મહિના ભૂખ્યા સુવાનો વારો આવતો.

તેવામાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાના નાના ભાઈઓ નું ભણતર શરૂ રાખ્યું.ઘન સુએ બારમા ધોરણ 12 ભણતર છોડી દીધું અને મજૂરી કરવા લાગ્યા.તેઓ રાંચીમાં construction ની સાઇટ ઉપર જઈને ઇંટો અને પથ્થર ફેરવવાનું કામ કરતા.ત્રણ વર્ષ મજૂરી કર્યા બાદ સૌએ પોતાની બિન ઉપજાવ જમીન ઉપર ખેતી કરવાનું નક્કી કર્યું.

બદલાવ નું પ્રથમ પગથિયું.

પોતાની બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવવા માટે ગનસુ એ દિવસ-રાત એક કરી દીધા. છાણીયું ખાતર નાખીને છેવટે જમીનની કઠોરતા ઓછી થઈ. સૌપ્રથમ ગંદે તે બિન ઉપજાઉ જમીન ઉપર ધાનની ખેતી શરૂ કરી.

ગણસુ નીસખત મહેનત રંગ લાવી રહી હતી પરંતુ હવે પરિવાર પણ વધી ચુક્યો હતો અને ફક્ત ધનની પારંપારિક ખેતી થી ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું એટલા માટે તેમણે શાકભાજીની ખેતી શરૂ.

સન ૧૯૯૮ માં આંસુ એ જમીનમાં કાશ્મીરી મરચા ની ખેતી કરી અને પ્રથમ વખત માં જ 1.20 લાખ રૂપિયાની આવક થઈ.

આ સફળતાથી ગન્સુ માં વધારે આગળ વધવાની ઉર્જા આવી. નવતર પ્રયોગ કરવા ઉપરાંત ગણસું હવે સફળ ખેડૂતો ને મળતા રહ્યા છે જેનાથી તેઓ ખેતીની નવી ટેકનોલોજી શીખી શકે.

તેમણે સાથે સાથે સરકારી યોજનાઓનો પણ લાભ લીધો જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ માંથી લોન લીધી.
તેમજ ખેતીની નવી ટેકનોલોજી વો જેમ કે ગ્રીનહાઉસ, ટપક સિંચાઈ પદ્ધતિ ,જૈવિક ખાતર નો ઉપયોગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આજે તેઓ એક સફળ ખેડૂત છે અને સૌને પ્રેરણા પૂરી પાડે છે.

ગંસૂ એ અન્ય ખેડૂતોને પણ મદદ કરવાનું નક્કી કર્યું.તેથી તેમણે પોતાનો મોબાઈલ નંબર આપ્યો છે જેનાથી તમે તમારી ખેતીને લગતી બધી જ સમસ્યાઓનું સમાધાન ફોન દ્વારા મેળવી શકો છો.

તેઓ નો નંબર આ પ્રમાણે છે-૯૦૬૫૨૨૪૪૭૫

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post