September 23, 2021

વાડીએ કામ કરીને ઓરડીમાં આરામ કરતા બે ભાઈઓ પર પડી વીજળી- બન્ને ના મોત

Share post

બોટાદ શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ વરસતા વરસાદની સાથે તુરખા ગામે વાડી વિસ્તારમાં ગાજવીજ સાથે વીજળી પડતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મૃત્યુ નિપજવા પામ્યા હતાં. બન્ને ભાઇઓના મૃત્યુના પગલે પરિવાર પર રીતસર આભ ફાટયું હતું અને આક્રંદ છવાઇ જવા પામ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના તુરખા ગામે વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઇ ગોરાભાઇ જાપડીયા (ઉ.વ.23) અને મહેશભાઇ દીલુભાઇ જાપડીયા (ઉ.વ.22) બન્ને પિતરાઇ ભાઇ આજે સાંજના 7 કલાકના અરસા દરમિયાન પોતાની વાડીનું કામ કર્યા બાદ ઓરડીમાં હતા તે વેળાએ વરસતા વરસાદ અને ગાજવીજ સાથે વાડીની ઓરડી પર વીજળી પડતા બન્ને ભાઇ ગંભીર રીતે ઘવાતા મૃત્યુ નિપજ્યા હતાં.

ઘટનાની જાણ થતા પરિવારજનો અને ગ્રામજનો દોડી ગયા હતા. જ્યારે કરૃણાંતિકાને લઇ ભારે અરેરાટી સાથે આક્રોદ છવાઇ જવા પામ્યો હતો. ઉક્ત ઘટનાની જાણ થતા બોટાદ પોલીસે સોનાવાલા હોસ્પિટલ દોડી જઇ કેસકાગળ હાથ ધર્યા હતા.

ભાવનગરમાં નાળામાં ખાબકતા એક આધેડનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલા નાળામાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી રાત્રે વરસાદમાં આધેડ નાળામાં ખાબક્યા હોવાનું જાણવા મળ્યું છે.


Share post