September 26, 2021

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવી ભરતી, એક દિવસનો 1,000 રૂપિયા પગાર

Share post

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ગાઇડની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સ્ટેચ્યૂમાં આવતા પ્રવાસીઓને સરદાર વલ્લભ ભાઈ પટેલની આ વિશાળકાય પ્રતિમા સહિતની માહિતીઓથી વાકેફ કરાવી શકે તેવા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મહિનામાં 8 દિવસ કામ કરવાની તક મળશે.

સ્ટેટ્યૂ ઑફ યુનિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કોન્ટ્રાક્ટ બેઝ પર ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને અઠવાડિયામાં બે દિવસ ગાઇડ તરીકે કામ કરવાની તક મળશે. જે ઉમેદવાર પસંદ થશે તેને પ્રતિદિન 1,000 રૂપિયા ચુકવવામાં આવશે આમ મહિનામાં 8 દિવસની નોકરીનો 8,000 રૂપિયા પગાર મળશે.

કઈ લાયકાત જરૂરી?

આ નોકરી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવું અનિવાર્ય છે. કોમ્યુનિકેશન વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારનો નોકરી માટે તક આપવામાં આવશે. જે ઉમેદવાર 18થી 28 વર્ષનાં હશે અને ઇંગ્લિશ મીડિયમાં જ અભ્યાસ કર્યો હશે તેમને પ્રાધાન્ય આપવામા આવશે. નોકરીનો સમય કેવડીયા માં સવારે 7.00થી સાંજે 7.00 વાગ્યા સુધીનો રહેશે.

આ રીતે કરો આવેદન :-

સ્ટેટ્યૂ ઑફ યુનિટીમાં ઉપરોક્ત જગ્યા માટે નોકરી મેળવવના માટે 10મી જૂલાઈના રોજ તમામ જરૂરી પ્રમાણ પત્રો સાથે વડોદરા શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભવનના A બ્લોકમાં 6ઠ્ઠા માળે સરદાર સરોવર પુન: વસવાટ એજન્સીનો સંપર્ક સાધી શકાશે. આ નોકરી માટેની માહિતી 0265- 2421723 નંબરપરથી ફોન કરી મેળવી શકાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post