September 26, 2021

શાસ્ત્રોમાં લખેલ સરગવાના ગુણધર્મ અને તેનાથી થતા ફાયદાને હવે વિજ્ઞાને પણ સ્વીકાર્યું.

Share post

હિંદુ સંસ્કૃતિના આયુર્વેદ શાસ્ત્રોમાં જે ઉપચારો આપ્યા છે તે વિજ્ઞાન પર સિદ્ધ કરી રહ્યું છે. જેમ જેમ નવા સંશોધન થતા જાય છે તેમ તેમ આપણા ધર્મગ્રંથોમાં કરેલી વાતોને સમર્થન મળતું જાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સરગવાની સિંગ સંશોધન કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. સરગવાની સિંગમાં કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ટાઈફોઇડ, ડાયાબિટીસ, થાઇરોડ જેવી ગંભીર બીમારીઓને દૂર કરવાના તત્વો મળી આવ્યા છે

જૂનાગઢનું નજરાણું એટલે કૃષિ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીમાં અલગ-અલગ વિભાગોમાં વિવિધ પ્રકારના સંશોધનો કરવામાં આવે છે. ગૌમૂત્રમાંથી સોનુ મળી આવ્યું કે બીલીપત્રમાંથી વિવિધ પ્રકારના રોગોને નાશ કરતા ગુણધર્મો. વળી આવા જેવી શોધ કરવામાં આવી છે ત્યારે હાલ યુનિવર્સિટીમાં સરગવો અને તેની સીન ઉપર સંશોધન ચાલુ છે. ત્યારે સરગવાની સિંગમાં રહેલા ગુણધર્મો અંગે ચકાસણી કરતા આ તત્વો કેન્સર, ટાઈફોઇડ, ડાયાબિટીસ અને થાઇરોડ જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે

કૃષિ યુનિવર્સિટી ખાતે લેબોરેટરીમાં સરગવાની સિંગ માટે છેલ્લા ત્રણ વર્ષથી સંશોધન કામ શરૂ હતું. જેમાં સરગવાનું ઝાડ સરગવાના પાંદડા સરગવાની સિંગ સરગવાની છાલ તેમજ સિંગમાં રહેલ બી ઉપર પૃથ્થકરણ કરવામાં આવ્યું. અને જેમાંથી સીમમાં રહેલ બી અને તેના કવરમાંથી ચોંકાવનારા તત્વો મળી આવ્યા હતા. આ તત્વોની ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં કેન્સર ડાયાબિટીસ અને થાઈરોડ સહિતની બીમારીઓમાં મદદરૂપ થઈ શકે તેવા ગુણધર્મો જોવા મળ્યા છે.

સંશોધનમાં અલગ-અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં અલગ-અલગ બીમારીઓ અને ખાસ કરીને ગંદા પાણીનું શુદ્ધ થાય છે કે કેમ તે અંગે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આરો પ્લાન્ટની એક કેન્દ્ર બનાવી આ કેનાલમાં સરગવાના પાવડર રાખવામાં આવ્યો અને જેમાંથી ગળાઈને આવતું પાણી શું હતું અને જે પાણી પી પણ શકાય તેવા તત્વો ધરાવતું પાણી હતું આમ પાણીથી લોકોને સારો લાભ થાય તે જોયું હતું.

સરગવાની સિંગ અને તેના બીમાંથી એક ખાસ પ્રકારનો પાવડર તૈયાર કરવામાં આવ્યો જે આર.ઓ પ્લાન્ટમાં બેસાડવામાં આવ્યો હતો અને અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું હતું. સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે તેવું પણ પુરવાર થયું હતું. ઉપરાંત મહિલાઓમાં જોવા મળતી બ્રેસ્ટ કેન્સરની બીમારીના જીવાણુનો વૃદ્ધિ દરમાં ઘટાડો કરે છે.

સરગવાની સિંગમાંથી તૈયાર કરવામાં આવેલ પાવડર અલગ-અલગ બીમારીઓ માટે તો ઉપયોગી છે જ પરંતુ આ પાઉડરમાં સતી જોવા મળી હતી. કડવાસ હોવાથી લોકો તેને ઓછો પસંદ કરે. આ માટે પણ સંશોધનકર્તાઓએ પાવડરમાંથી કડવાશને દૂર કરી હતી. અને એફ.એસ.એલનુ લાયસન્સ મેળવી લેવામાં આવ્યું છે અને હવે આ પાવડરમાંથી કૂકીઝ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આમ વર્ષોથી શાસ્ત્રોમાં લખેલ સરગવાના ગુણધર્મ અને તેનાથી થતા ફાયદાને હવે વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે ત્યારે આજના યુગમાં ગંભીર બીમારીઓ સામે લડવા માટે સરગવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

સરગવાનો પાવડર ઘરે બેઠા મેલવવા માટે સંપર્ક કરો.

Office Address

307, Silver Empire, Opp. VIP Circle, Surat-394105, Gujarat, India.

Phone Number

+91 9727-444-678

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post