September 22, 2021

સૌરાષ્ટ્ર પર છવાયા મેઘરાજાના કાળાવાદળો: વીજળી પડતા 6 બહેનના એકના એક ભાઈ સહિત 3નાં મોત

Share post

સૌરાષ્ટ્ર અને હાલારમાં ગાજ્યા મેઘ વરસતા ન હતા. પરંતુ શનિવારે રાત્રે અને રવિવારે સર્વત્ર હળવાથી ભારે વરસાદ વરસતા મુરજાતી મોલાતને નવજીવન મળી જતાં ખેડૂતોમાં ખૂશાલી છવાઇ ગઇ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દોઢ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ હતી. અહીં ગાજવીજ સાથે વરસાદમાં વીજળી પડતા વૃક્ષ બળી ગયું હતુ. જસદણ અને ગોંડલમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. કોટડા સાંગાણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફરી કૃપા વરસાવી.

જુલાઈ મહિનો અડધો પૂરો થયો ત્યારે જેની લાંબા સમયની રાહ જોવાતી હતી તે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફરી કૃપા વરસાવી છે. શનિવારે રાત્રે અને રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં તથા વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ-ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાં વીજળી પડતાં બે યુવકના મોત થયા હતા, જ્યારે અબડાસા તાલુકાના એક ગામમાં વીજળી પડવાથી એક યુવકનું મોત થયું હતું. સુરત, ભરૂચ, વડોદરામાં પણ અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે. આગામી દિવસમાં આ માહોલ ચાલુ રહેશે.

કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ.

મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં શનિવારે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. માળિયામાં વીજળી પડતા આખી રાત ગામમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. જ્યારે સાંજ સુધીમાં મોરબીમાં અઢી ઇંચ પાણી પડી ગયું હતું. દેવભૂમિ દ્વારકામાં એક કલાકમાં ધોધમાર પોણા બે ઇંચ જેટલો વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જામજોધપુર પંથકમાં શનિવારે મેઘરાજાએ મહેરબાની કરતા પાકને જીવતદાન મળ્યું છે. ભાવનગરમાં એક કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં ઉમરાળામાં અઢી ઇંચ, વલ્લભીપુરમાં બે ઈંચ તેમજ જેસર અને ઘોઘામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યાના વાવડ છે. ગારીયાધાર, પાલીતાણા, તળાજા, સિહોર અને મહુવામાં અડધાથી દોઢ ઈંચ વરસાદ વરસી જતાં ધરતીપુત્રોના હૈયે ટાઢક વળી છે અને મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.

ખેડૂતો ગોલમાં આવી ગયા.

પશ્ચિમ કચ્છના 3 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઇ દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળવા સાથે ખુશહાલી પણ જોવા મળી હતી. બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે અને વાતાવરણમાં અસહ્ય ઉકળાટ બાદ રવિવારે વડગામ, ડીસા, દાંતીવાડા અને પાલનપુર, અમીરગઢ, અંબાજી, દાંતીવાડા, પાંથાવાડા, કાંકરેજ પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. દસેક દિવસના વિરામ બાદ મેહૂલિયાની પઘરામણીથી જગતનો તાત ગેલમાં આવી ગયો હતો. મોનસુન થ્રો પટ્ટો નોર્થ-ઇસ્ટ દિશા તરફ ખસી જતાં આગામી સપ્તાહ બાદ સારો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરતમાં રાતે 12 થી મળસ્કે 6 વાગ્યેના 6 કલાકમાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સાર્વિત્રક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

રાજકોટના કવિ સંજુ વાળાએ ‘ભાસ્કર’ માટે પંક્તિ લખી.

જાત સાથે જીવને પણ ભીની તાલી દઇ દીધી
ઓ રે ઓ વરસાદ ! તેં કેવી ખુશાલી દઇ દીધી
સૌ અભરખા, ઈચ્છાઓની આપઘાતી વેળાએ –
અનરાધારે વરસીને જાહોજલાલી દઇ દીધી
– સંજુ વાળા

શેત્રુંજી-વડી-ગાગડિયો અને નાવલી નદીમાં પૂર આવ્યું.

આજના વરસાદથી લીલીયા સાવરકુંડલા પંથકમાં વહેતી શેત્રુંજી નદીમાં ભારે પુર આવ્યુ હતું. આ ઉપરાંત અમરેલી નજીકની વડી નદી અને લાઠીની ગાગડીયો નદીમાં પણ પુર આવ્યું હતું. લીલીયામાં નાવલીમાં પણ પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત અનેક નાની નદીઓ બે કાંઠે વહી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post