September 18, 2021

સુરતમાં મુસ્લિમોની મૌન રેલીમાં થયું છમકલું, કલમ 144 લાગુ. જુઓ વિડીયો

Share post

દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી. જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

 મુખ્યમંત્રી: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની આ ઘટનાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા પ્રયાસો કર્યો છે. હાલ સમગ્ર પરિસ્થિતી કાબુમાં છે.

144 કલમ લાગુ કરવામાં આવી.

નાનપુરાથી લઈને કાદરશાની નાળ સહિતના આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ પર હુમલાને લઈને સમગ્ર હિલચાલ પર પુરતી નજર રાખવામાં આવી રહી છે.સાથે જ પોલીસ દ્વારા ટોળા સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરની પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

ઘર્ષણ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર કાબૂ મેળવીને કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસનો ભારે કાફલો હાલ ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે.

સિટીબસના કાચ તોડાયાં

રેલીને અટકાવાતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોએ બે સિટીબસના કાચ તોડ્યાં હાતં. મામલો તંગ થતાં પોલીસ દ્વારા હુમલાખોરોની અટકાયત પણ કરવામાં આવી છે.

મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી

વર્સેટાઈલ માઈનોરિટી ફોરમ-સુરતના નેજા હેઠળ( મુસ્લિમ સમાજ) દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતાં. આ લોકોની માંગ હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તેવા કાયદા બનાવવામાં આવે.

પોલીસે પેટ્રોલિંગ વધાર્યું

સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ વસતિ વધુ હોવાથી અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયા બાદ હાલ મામલો થાળે પડ્યો છે. જો કે, સમગ્ર મુદ્દાની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સમગ્ર રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મુસ્લિમ નેતાઓની અટકાયત

મૌન રેલીનું આયોજન કરનારા પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post