September 17, 2021

ધારાસભ્યનો ચાર ચાર બંદુકો લઈને ‘તમંચે પર ડિસ્કો’ – જુઓ વીડિયો

Share post

ઉત્તરાખંડ ના સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયમ ફરી થી એક વખત વિવાદમાં આવ્યા છે.આ વખતે તેઓ દારૂ ના નશામાં ચાર ચાર તમંચા સાથે નાચતા નજર આવી રહ્યા છે.આ પાર્ટી પ્રણવ સિંહ એ ક્યારે એરેન્જ કરી હતી તે વિશે કઈ ખબર નથી,પરંતું વિડિઓ માં તેઓ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.વિડિઓ માં તેઓ હાથમાં તમંચા લઈને ડાન્સ કરી રહ્યા છે.

ધારાસભ્યશ્રી “લાંબા લાંબ ઘુંઘટ કાહે કો ડાલા…” આ ગીત આ ગીત પર નાચી રહ્યા હતા, ત્યારે કોઈએ તેમનો વિડીયો બનાવ્યો છે. જ્યારે ધારાસભ્ય પ્રણવસિંહ એક હાથમાં દારૂનો ગ્લાસ અને બીજા હાથમાં એક-બે નહિં પરંતુ 4-4 પિસ્તોલ લઇને ડાન્સ કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે તેમનાં અમુક સમર્થકો પણ હાજર હતાં.પોતાનાં આવા કારનામાને કારણે જ પ્રણવસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરેલા છે.થોડા સમય પહેલા એક પત્રકાર ને જાન થી મારી નાખવા ની ધમકી આપી હોવાનો પત્રકારે દિલ્હીના ચાણક્ય પુરી પોલીસ સ્ટેશન માં પ્રણવસિંહ ચેમ્પિયન વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીનાં ઉત્તરાખંડનાં ખાનપુર બેઠકનાં ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયન પોતાની આવી જ અનેક ભૂલોને કારણે ભાજપમાંથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા. તેમની વિરૂદ્ધ શિસ્તભંગ અને પત્રકારો સાથે દુર્વ્યવહાર કરવાનાં આરોપમાં તેમની સામે પગલા ભરવામાં આવ્યા હતાં.ભાજપનાં પ્રદેશ મહામંત્રી નરેશ બંસલે આ મામલે કાર્યવાહી કરીને કુંવર પ્રણવને 22 જૂને ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાય હતાં. આ કાર્યવાહી બાદ પ્રણવ સિંહ પાર્ટીની એક પણ બેઠકમાં સામેલ થયા નથી.


Share post