September 23, 2021

ધોળકા-બાવળા અને બગોદરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેતીને મોટા પાયે નુકસાન

Share post

સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે પરંતુ હજુ સુધી ખેતીલાયક વરસાદ ન પડતાં ખેડુતો ચીંતીત જવા મળી રહ્યાં છે ત્યારે તાજેતરમાં થોડો ઘણો વરસાદ પડયો હતો. પરંતુ તેમ છતાંય ધોળકા, બાવળા, બગોદરા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે..

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા, દસકોઈ, માંડલ, વિરમગામ અને ધોલેરા સહિતના તાલુકાઓના ખેડુતોએ ખેતરમાં ધરૂ, કપાસ, જાર, મગ, મઠ, તલ સહિતના પાકોનું વાવેતર કરી નાંખ્યું છે. પરંતુ વરસાદ ખેંચાતા અને સરકાર દ્વારા ફતેવાડી કેનાલમાં સમયસર પાણી આપવામાં ન આવતાં ખેડુતોના પાક બળી રહ્યાં છે જ્યારે બીજી બાજુ હાલ ધરૂનું વાવેતર કરેલ ખેડુતોના ધરૂ પણ બળી રહ્યાં છે જ્યારે અમુક ખેડતુોએ બોરના પાણીથી ડાંગરનું વાવેતર કર્યું હતું તે પણ વરસાદ ખેંચાતા પાણી વગર પાક બળી રહ્યો છે.

ખેડુતોએ મોંઘાભાવના બિયારણ, ખાતર પાછળ રૂપિયા ખર્ચી કરેલ મહેનત નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. હાલ તાલુકા ભરનાં ખેડુતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે જ્યારે બીજી બાજુ વરસાદ ખેંચાતા વેપારી વર્ગમાં પણ ધંધો અને રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે. આમ વરસાદ ન પડતાં જગતનો તાત આકાશ તરફ મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ધોળકાના ખેડુત મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ વરસાદ ખેંચાતા અને ફતેવાડી કેનાલમાં પાંચ દિવસ પહેલાં એકવખત પાણી છોડયા બાદ તંત્ર દ્વારા પાણી છોડવામાં ન આવતાં ખેડુતોમાં ચીંતા જોવા મળી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post