September 22, 2021

કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને જીવનદાન…

Share post

હું જે પણ નિર્ણય લઇશ તે કર્ણાટકમાં એક નવો ઇતિહાસ રચશે, નિષ્ણાતોના અભિપ્રાય વગર કોઇ પગલું નહીં લેવાય : સ્પીકર

રાજીનામાં ભૂલભરેલા હોવાથી રદ કર્યા છે, સુધારીને ફરીથી આપશે પછી નિર્ણય લઇશ : કે .આર .રમેશ કુમાર

આજે યેદિયુરપ્પા રાજ્યપાલ વજુભાઇ વાળાને મળી પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે, સરકાર બનાવવાની પણ તૈયારી ..

કર્ણાટકમાં હાલ  પણ રાજકીય ડ્રામા જારી છે, કોંગ્રેસ અને જેડીએસના આશરે ૧૪ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. પરીણામે હવે તેમના આ રાજીનામાને સ્વીકારવા કે નહીં તે સ્પીકર કે આર રમેશ કુમારે નક્કી કરવાનું રહેશે. તેથી હાલ કર્ણાટક સરકારનું ભવિષ્ય સ્પીકરના હાથમાં છે.આ પરિસ્થિતિ વચ્ચે સ્પીકર કે આર રમેશ કુમારે જણાવ્યું હતું કે હું ઉતાવળમાં કોઇ એવો ફેસલો નહીં લઉ કે જેથી ભવિષ્યમાં આવનારી પેઢી મારા પર આંગળી ચીંધે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જે પણ હું નિર્ણય લઇશ તે એક ઇતિહાસ બની જશે.

આ દરમિયાન એવા અહેવાલો છે કે કોંગ્રેસે જે પણ બળવાખોર ધારાસભ્યો છે તેમને અયોગ્ય જાહેર કરવાની માગણી સ્પીકરને કરી છે. જે પણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમાંથી નવ ભુલભરેલા નિકળ્યા છે તેમ સ્પીકરે જણાવ્યું હતું. સ્પીકરે કહ્યું હતું કે ૧૩ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગેનો નિર્ણય હું નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય લીધા બાદ લઇશ. જો રાજીનામા સ્વીકારી લેવામાં આવે તો કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સંખ્યા ૧૦૩ પર આવીને અટકી શકે છે.

સ્પીકરે કહ્યું છે કે હું જે પણ રૂલબુકમાં નિયમો છે તેને ધ્યાનમાં રાખીને જ આગામી નિર્ણય લઇશ. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે કોંગ્રેસે પત્ર લખીને સ્પીકરને વિનંતી કરી છે કે તેઓ આ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર ન કરે.જોકે જ્યારે આ અંગે સ્પીકરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે મારી પાસે આની કોઇ જ જાણકારી નથી કે ન તો મને કોઇ પત્ર મળ્યો છે. દરમિયાન ભાજપના નેતા યેદિયુરપ્પા બુધવારે રાજ્યપાલ વજુભાઇ વાળાને મળવાના છે જે દરમિયાન વર્તમાન પરિસ્થિતિ અને સરકાર રચવા અંગે પણ ચર્ચા કરી શકે છે.

સ્પીકરે એમ પણ કહ્યુ હતું કે ધારાસભ્યોએ જે રાજીનામા આપ્યા છે તેનું જે ફોર્મેટ ખરેખર હોવું જોઇએ તે સ્વરૂપમાં નથી પણ તેમાં અનેક ખામીઓ છે. તેથી હાલ તેને રદ કરાયા છે,કુમારે પત્રકારોને કહ્યું હતું કે જે  ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમાંથી નવ રાજીનામા ભુલભરેલા છે અને નિયમો મુજબ નથી. આ અંગેની જાણકારી અમે આ નવ ધારાસભ્યોને પણ આપી દીધી છે અને કહ્યું છે કે જો તમે રાજીનામા આપવા માગતા હોય તો યોગ્ય અને પદ્ધતીસરના ફોર્મેટમાં આપવા જોઇએ.બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દિનેશ રાવે જણાવ્યું હતું કે અમે જે પણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમની વિરૂદ્ધ પગલા લેવા જોઇએ અને તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે. બીજી તરફ નવના રાજીનામા ભૂલભરેલા હોવાથી હાલ પુરતા તેનો સ્વીકાર નહીં થાય માટે કર્ણાટક સરકારને થોડીઘણી રાહત મળી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post