September 17, 2021

ગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીન ત્યાં રહેનાર પરિવારને આપી દેવાશે, રુપાણીએ કહ્યું…

Share post

  ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની માલિકી ધરાવતી વાડાની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારોને તે જમીન કાયદેસર રીતે સોંપી દેવામાં આવશે સાથે જ તે જમીનનો કબજો પણ આપી દેવામાં આવશે .મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા વિધાનસભામાં જણાવામાં આવ્યું હતું.

વિધાનસભામાં સત્ર દરમિયાન થઈ રહેલી પ્રશ્નોત્તરીમાં મુખ્યમંત્રીએ ધારાસભ્ય દ્વારા પુછાયેલા સવાલ અંગે જવાબ આપતા કહ્યું કે, જે જમીન સરકારની માલિકીમાં આવતી હોય અને ત્યાં વર્ષોથી ઘર, વાડા અને રહેણાંક પ્રવૃત્તિ માટે કોઈ પરિવાર વાપરતો હોય તો તેવી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળો નિયમિત કરવા માટે રેવન્યુ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમારી સમક્ષ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ લાગણી રજૂ થઇ છે કે ગામડામાં ઘરની બાજુમાં આવેલી વાડાની જમીનો વર્ષોથી બાપ- દાદાના વખતથી લોકો વાપરે છે જે ખરેખર સરકારી માલીકીની હોય છે. ઘરની સાથે જ આવી જમીન હોય તેમાં પશુઓ- નીરણ લોકો રાખતા હોય છે. આથી આવી સરકારી માલિકીની જમીન કાયદેસર કરીને કબજેદારોને સોંપવાનો નિર્ણય સરકારે લીધો છે. આ માટે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જમીનોને લઈને અવારનવાર સત્રમાં આક્રમક વાટા ઘાટો પણ થયા છે. ધારાસભ્યોએ જમીનોને મામલે આક્ષેપો પ્રતિઆક્ષેપો પણ કર્યા છે. ગૌચર જમીનથી માંડી કોમર્શીયલ, ખેતી-બીન ખેતી તમામ જમીનોને લઈ અગાઉ પણ વિવાદના તાર છંછેડાયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post