September 21, 2021

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ: જો નથી મળ્યા પૈસા તો અહીંયા કરો ફરિયાદ.

Share post

દેશના 6 કરોડથી વધારે ખેડૂતોએ બેંકમાં ખાતામાં ખેતી માટે ચાર ચાર હજાર રૂપિયા પહોંચી ગયા છે. પરંતુ આઠ કરોડ ખેડૂત પરિવાર હજુ સુધી પૈસાની રાહ જોઈ રહ્યા છે. યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરીએ ગોરખપુરમાં થઈ હતી. શું તમને પણ પૈસા નથી મળ્યા? જો આવું હોય તો પહેલાં તમારા કૃષિ અધિકારી સાથે સંપર્ક કરો તમારો બ્લોક વિશે જાણો. તમારા પ્રદેશના જન સુનાવણી પોર્ટલ ઉપર ફરિયાદ નાખો. ખેડૂત મિત્રોની સહાયતા લો. જો આવું કરવાથી પણ વાત નથી બની રહી તો સીધા કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં ફોન કરી કિસાન હેલ્પલાઇન બેસ્ટ ના ઈમેલ ઉપર સંપર્ક કરો તે ઇમેલ આ પ્રમાણે છે.

pmkisanict@gov.in

ત્યાં પણ જો કોઈ પરિણામ ન મળે તો તેના ફોન નંબર ઉપર ફોન કરીએ તમારી સમસ્યા જણાવી દો. ફોન નંબર આ પ્રમાણે છે.011-23381092 .
આટલું જ નહીં પરંતુ આ યોજનાના વેલ્ફેર સેક્શનમાં સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર છે.011-23382401.
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી નું કહેવું છે કે જો કોઈ ખેડૂત ભાઈના બેન્ક એકાઉન્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના પૈસા નથી આવી રહ્યા તો એનું સમાધાન કરવામાં આવશે.

આવા લોકો સૌથી પહેલા પોતાના lekhpal અને કૃષિ અધિકારીને પૂછે કે તેનું નામ લાભાર્થીની સૂચિમાં છે. મોદી સરકાર દેશના બધા ૧૪ કરોડ ખેડૂતોને પૈસા આપવા માંગે છે.સરકારની આ ઇચ્છાને પૂરી કરવામાં જો કોઈ અધિકારી અવરોધરૂપ બની રહ્યો છે તો તેની ફરિયાદ કરો.

કેટલા ખેડૂતો ને મળ્યા છે પૈસા.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ અનુસાર ૬,૦૪,૨૭,૮૭૬ ખેડૂતોને આ સ્કીમનો લાભ મળી. પરંતુ તે ધ્યાન રાખવું પડશે કે દેશમાં ૧૪ કરોડ ખેડૂત છે.એટલે કે જેટલા લોકોને પૈસા મળ્યા છે તેનાથી વધારે લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના સૌથી વધારે ખેડૂતોએ ફાયદો મેળવ્યો છે. અહીંયા દોઢ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા આવી ચૂક્યા છે. જ્યારે દિલ્હી લક્ષદીપ અને પશ્ચિમ બંગાળના એક પણ ખેડૂતને લાભ નથી મળ્યો. કેમ કે ત્યાંની રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ખેડૂતોના નામ નથી મોકલ્યા.કેન્દ્ર સરકાર પૈસા તો આપવા માંગે છે પરંતુ આ રાજ્ય સરકાર ખેડૂતોને લાભ નથી આપી રહી.

આ રાજ્યના ખેડૂતોને સૌથી વધારે મળ્યો છે લાભ.

ઉત્તર પ્રદેશને સૌથી વધારે ફાયદો.અહીંયા દોઢ કરોડ ખેડૂતોને પૈસા મળ્યા છે જ્યારે બીજેપી શાસન ગુજરાતમાં 39.5 લાખ, હરિયાણામાં 12 લાખ, મહારાષ્ટ્રમાં ૫૪ લાખ અને ઉત્તરાખંડમાં પાંચ લાખ ખેડૂતોને લાભ મળ્યો છે. જેડીયુ બીજેપી શાસિત બિહારમાં ૨૩ લાખ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત પ્રદેશ પંજાબમાં 14 લાખ, મધ્યપ્રદેશમાં 19 લાખ, રાજસ્થાનમાં ૩૯ લાખ અને તેલંગાણામાં 31 લાખ અને ઓરિસ્સામાં ૨૯ લાખ લાભાર્થી છે.

પૈસા મેળવવા શું કરવું ?

કૃષિ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવો લેખપાળ સાથે સંપર્ક કરો તે વેરિફિકેશન કરશે. રેવન્યુ રેકોર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવવા પાત્ર છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post