September 26, 2021

વરસાદથી ગુજરાત રાજ્યનું તંત્ર ઠપ: ક્યાં જીલ્લામાં છે સૌથી વધુ વરસાદ. જાણો અહીં

Share post

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં 230 મી.મી. એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓના 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 29 જુલાઇ 2019ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના  થરાદમાં 171 મી.મી. એટલે સાત ઇંચ અને દિયોદર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 96 મી.મી., વલસાડના કપરાડામાં 81 મી.મી., ડાંગમાં 79 મી.મી., સાબરકાંઠાના હિંમતનગરમાં 63 મી.મી. અને ભરૂચના નેત્રાંગમાં 51 મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે રાજ્યમાં વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. સવારે 8.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી રાજ્યમાં 25 ઠેકાણે 1 ઇંચથી વઘુ વરસાદ વરસ્યો છે, જયારે વલસાડના કપરાડામાં 8 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં 57 રસ્તા બંધ છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં 45 મી.મી., તાપીના સોનગઢમાં 42 મી.મી., કચ્છના ભચાઉમાં 39 મી.મી., સાબરકાંઠાના પોસીનામાં 36 મી.મી., બનાસકાંઠાના ભાભરમાં 35 મી.મી. અને કાંકરેજમાં 34 મી.મી., ડાંગના વઘઇમાં 31 મી.મી., જૂનાગઢના કેશોદ અને નર્મદાના તિલકવાડામાં 30 મી.મી., અરવલ્લીના મેઘરજ, ભરૂચના વાલીયા અને નમર્દાના ગરૂડેશ્વરમાં 29 મી.મી., અંકલેશ્વરમાં 28, વિજાપુર, કવાંટ અને ઉચ્છલમાં 27, સુરત શહેરમાં 26, ઇડર અને ડેડીયાપાડામાં 24 મી.મી. એમ મળી કુલ 18 તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

સૌથી વધારે બંધ રસ્તા વલસાડ જિલ્લાના છે. વલસાડના 33, ડાંગના 9, તાપીના પાંચ રસ્તા બાંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ છે. વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ વીજ પ્રવાહને અસર થઈ છે.

રાજ્યના 28 તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 110 તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં 59 ગામોને વીજળીની અસર થઈ છે. જે ગામડામાં વીજળીની અસર થઈ છે ત્યાં પૂરવઠો સત્વરે ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

હાલ સુરત એન અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post