September 21, 2021

ગુજરાતમાં આ જીલ્લામાં હજી 3 દિવસ સુધી રહેશે મેઘમહેર, જાણો વિગતે

Share post

ગુજરાત ભરમાં મોટાભાગના વિસ્તારમાં આવતા પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૃચ, નર્મદા,દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

ગુજરાત પર આગામી 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે તારીખ 29જુલાઇથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ એવા 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

બાદ પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેના કારણે 29મી શરૂ થઇને 5 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશની 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય બની હતી. પરંતુ તેમાંથી એક સિસ્ટમ ખતમ થઇ ગઇ છે, જ્યારે અન્ય બે સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ગુજરાત પર આ 2 વરસાદી સિસ્ટમની અસરના કારણે આગામી 5 દિવસ દરમ્યાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે હાલ આગામી 5 દિવસ દરમ્યાન ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

મધ્યગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના

વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 5 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એજ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post