September 18, 2021

ગુજરાત ભાજપ રાજ્યભરમાં આ રાજ્ય વિરુદ્ધ કરશે આંદોલન…જાણો અહી

Share post

ગુજરાત સરકાર રાજ્યમાં જળ સંકટને જોતા આ વખતે સરદાર સરોવર બંધને 131 મીટરની ઉંચાઈ સુધી ભરવા માંગે છે પરંતુ મધ્ય પ્રદેશ સરકારે ભરાવ ક્ષેત્રમાં વસેલા આદિવાસીઓના પલાયનનો હવાલો આપતા તેનો વિરોધ કર્યો છે. મધ્ય પ્રદેશ સરાકરે નર્મદા નદી પર ગુજરાતનું પાણી બંધ કરવાની ચેતવણી આપી. જેના વિરોધમાં ગુજરાત ભાજપે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારના આવતા જ ગુજરાત વિરોધી માનસિકતા ઉજાગર થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતાની સાથે જ બંને રાજ્યોની વચ્ચે જળ વિવાદ શાંત થઈ ગયો છે. પરંતુ સરકાર બદલતા જ મધ્ય પ્રદેશ સરકાર હવે ગુજરાત વિરોધી વલણ અપનાવી રહી છે.

વાઘાણીએ કહ્યું કે ગુજરાતનું પાણી બંધ કરવાની ચેતવણી આપીને કોંગ્રેસે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોની સમસ્યાઓને નજરઅંદાજ કરી છે. તેમના આ વલણનો ગુજરાતના તમામ ગામ અને શહેરોમાં વિરોધ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ પણ મધ્યપ્રદેશ સરકારના આ વલણનો વિરોધ કરતા ગુજરાતનું પાણી બંધ કરવાની ચેતવણીને ગંભીરતાથી લેવાની વાત કહી છે.

મહત્વનું છે કે સરદાર સરોવર બંધમાં કેટલું પાણી ભરવામાં આવશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે નર્મદા કંટ્રોલ ઑથોરિટી નક્કી કરે છે. પરંતુ એનસીએ ગુજરાતના સમર્થનમાં હોવા થતા કોંગ્રેસ સરાકરે બંધ 131 મીટર સુધી ભરવાનો વિરોધ કર્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post