September 18, 2021

બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુજરાતની ભાજપ સરકારે ઠેંગો બતાવ્યો

Share post

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ વિશે મુદ્દો ઉઠાવતા સરકારે એવો જવાબ રજૂ કર્યો છે કે, બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક અભ્યાસ માટે સાત અરજીઓ કરી હતી તે બધી હજુ પેન્ડિંગ માં છે. વિદેશમાં અભ્યાસ કરવા 14 વિદ્યાર્થીઓ અરજીઓ કરી પણ તે અભેરાઇએ ચઢાવી દેવાય છે.

નબળા વિદ્યાર્થીઓને ભોજન સહાય બિલ પેટે રૂપિયા 12,000/- આપવાની યોજના છે આ યોજના હેઠળ વર્ષ 2018-19 માં ચાર અરજીઓ મળી તે બધી પડતર પડી રહી છે. ટ્યુશન સહાય પેટે વિદ્યાર્થીઓને 15000 અપાય છે તે યોજના હેઠળ 14 રજૂ થઈ પણ એ કે વિદ્યાર્થીઓને ટ્યૂશન સહાયનો લાભ હજુ સુધી મળ્યું નથી. કોચિંગ સહાય માટે રૂપિયા 20,000 આપવામાં આવશે એવું સરકારે મોટા ઉપાડે જાહેરાત કરીને જણાવ્યું હતું.

આર્થિક રીતે નબળા ૧૧ વિદ્યાર્થીઓ અરજી કરી પણ તે બધી અરજી પેન્ડિંગ રહી છે. રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં સ્વરોજગારી માટે લોન આપવાની જાહેરાત કરાઈ હતી. એક વિદ્યાર્થીએ રોજગારી અર્થે લોન પણ માંગી હતી પરંતુ સરકારે કોઈપણ જાતની લોન આપી નથી.

આમ બિન અનામત વર્ગના નબળા વિદ્યાર્થીઓ પ્રત્યે ભાજપ સરકાર દ્વારા માત્ર મગરના આંસુ સારું આવે છે પણ સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post