September 22, 2021

ખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

Share post

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કુડા ગામે રહેતા ગરીબ પરિવારને પોતાનો પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતાંજ તેવો ભાંગી પડયા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા,ભાઈ અને બહેન તથા માત્ર એક માસ પહેલાં લગ્ન કરેલ પત્ની તમામ ઘેરા શોકમાં સરી પડયા હતા. કુડા જેવા ગામમાં ભારે ઘેરા શોકની લાગણીમાં ગ્રામજનો ડુબી ગયા હતા.

શહીદ થયેલા જવાનના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવતા હતા જયારે એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી મળતાં પરિવાર અત્યંત આનંદમય જીવન પસાર કરતો હતો. ઉપરાંત બીજો પુત્ર જોરાજી કે જે હાલ અભ્યાસ સાથે સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતાંજ પરિવારના માથે આભ તુટી પડયુ હતુ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post